રાજકુમારને આવી ગઈ સુશાંતની યાદ:એક્ટરે કહ્યું કે, સુશાંતના નિધનના સમાચાર શોકિંગ અને હાર્ટ બ્રેકીંગ, મને વિશ્વાસ થઇ રહ્યો ન હતો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવને દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનના સમાચારને યાદ કરીને વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં રાજકુમારે કહ્યું હતું કે, સુશાંતે અચાનક જ આ દુનિયાને અલવિદા કહી દીધી તે ઘણું શોકિંગ અને હાર્ટબ્રેકીંગ હતું. વધુમાં કહ્યું હતું કે, જયારે એક પત્રકારે સુશાંતના નિધનના સમાચાર આપ્યા જે અવિશ્વનિય હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકુમાર અને સુશાંતે 'કાય પો છે' ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું.

સુશાંતનું નિધન અવિશ્વસનીય : રાજકુમાર
રાજકુમારે કહ્યું, 'સુશાંતના મોતના સમાચાર ખરેખર હાર્ટ બ્રેકિંગ હતા. મને હજી પણ યાદ છે કે હું મારા ઘરે હતો અને જમવા બેસવાની તૈયારીમાં કરી રહ્યો હતો. આ દરમિયાન એક પત્રકારે મારા લેન્ડલાઇન નંબર પર ફોન કર્યો, મેં ફોન ઉપાડ્યો અને સુશાંતના મોતના સમાચાર આપ્યા હતા. હું આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યો ન હતો.'

રાજકુમાર ઘણા દિવસો સુધી આ સમાચાર પર બોલી શક્યો ન હતો
રાજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, 'આ સમાચાર પર કઇ બોલવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. એક ક્રિએટિવ અને જાણીતા એક્ટરનું નિધન એ દેશ અને ઉદ્યોગ માટે ના પુરી શકાય તેવી ખોટ હતી. હું ઘણા દિવસો સુધી આ આખા બાબતે કઇ બોલી શક્યો ન હતો.'

રિયાએ જ સુશાંતને ડ્રગ્સ આપ્યું હતું : NCB
14 જૂન, 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે ચાર્જશીટ દાખલ કરી છે. એનસીબીએ કહ્યું કે રિયાએ જ સુશાંતને ડ્રગ્સ આપ્યું હતું. ચાર્જશીટમાં રિયાના ભાઈ શોવિક સહિત 35 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં 27 જુલાઈએ વિશેષ અદાલતમાં સુનાવણી થશે જો રિયા દોષી સાબિત થશે તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

રાજકુમાર રાવની આગામી ફિલ્મો
રાજકુમાર રાવના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, સાન્યા મલ્હોત્રા સાથે આગામી ફિલ્મ 'હિટ: ધ ફર્સ્ટ કેસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં રાજકુમાર એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવતો જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ ની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. આ સિવાય અભિનેતા જાન્હવી કપૂર સાથે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે. એક્ટર 'ક્રાઉડ', 'સ્ત્રી 2' અને 'સ્વાગત હૈ' જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે.