કંગના VS પ્રતાપ સરનાઈક:શિવસેના વિધાયકની એક્ટ્રેસ વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ, EDના રડાર પર સરનાઈક

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

EDની તપાસમાં ફસાયેલા શિવસેના વિધાયક પ્રતાપ સરનાઈકે એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યો છે, જેમાં એક્ટ્રેસે તેમની વિરુદ્દ ખોટો આક્ષેપ કર્યો હોવાની વાત કહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં એક એવી સ્ટોરી શૅર કરી હતી, જેમાં પ્રતાપ સરનાઈકના ઘરેથી પાકિસ્તાની ક્રેડિટ કાર્ડ મળ્યું હોવાની વાત કહેવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ એક્ટ્રેસે વિધાનસભામાં હાજર થવું પડશે અને આ વાતનું સ્પષ્ટીકરણ આપવું પડશે.

પ્રતાપ આ પહેલાં રિપબ્લિક ટીવીના એટિડર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ પણ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી ચૂક્યા છે. આ કેસમાં અર્ણબને ચાર વાર હાજર થવાની નોટિસ આપવામાં આવી છે.

વિધાનસભા અધ્યક્ષને મોકલેલો પત્ર

પ્રતાપ સરનાઈકે વિધાનસભા અધ્યક્ષને લખેલો પત્ર
પ્રતાપ સરનાઈકે વિધાનસભા અધ્યક્ષને લખેલો પત્ર

કંગનાએ કહ્યું હતું, ભારત ક્યાંક પાકિસ્તાન ના બની જાય
યુઝરે કંગનાને ટૅગ કરીને લખ્યું હતું, તો કંગના સાચી હતી. શિવસેના પ્રતાપ સરનાઈકના ઘરમાંથી પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ મળ્યું. આ વાત પર કંગનાએ કહ્યું હતું, 'જ્યારે મેં કહ્યું મુંબઈમાં POK જેવું ફીલ થઇ રહ્યું છે તો તેમણે મારું મોંમો તોડવાની ધમકી આપી હતી. ભારત તે લોકોને જાણે છે, જે તમારા માટે દરેક વસ્તુ કુરબાન કરી રહ્યા છે અને જે વસ્તુ તમારાથી દૂર લઇ જવામાં આવી રહી છે. જ્યાં તમે તમારો વિશ્વાસ રાખો છો, ત્યાં જ તમારું ભવિષ્ય છે. ભારત પાકિસ્તાન ન બની જાય સંભાળો યારો.' વિધાયક પ્રતાપે આ જ પોસ્ટ પર વાંધો ઊઠાવ્યો છે.

'કંગના રનૌતે મારું અપમાન કર્યું, તેના પર કાર્યવાહી થવી જોઈએ'
આ પ્રસ્તાવ અંગે સરનાઈકે સોમવાર, 14 ડિસેમ્બરના રોજ કહ્યું હતું, 'કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે મારા ઘરમાંથી એક પાકિસ્તાની ક્રેડિટ કાર્ડ મળ્યું. તેણે મને તથા મારા પરિવારને દેશભરમાં બદનામ કર્યો છે. મારો પરિવાર કારણ વગર ટાર્ગેટ થયો. મેં વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે અને વિધાનસભામાં આને તરત જ મંજૂરી આપવામાં આવે તેવો અનુરોધ કર્યો છે. કંગનાએ ખોટી પોસ્ટ કરી છે, તેને સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ મહારાષ્ટ્રને બદનામ ના કરી શકે.'

સરનાઈકે કંગનાનું મોં તોડવાની વાત કહી હતી
કંગનાએ જ્યારે મુંબઈની તુલના પાકિસ્તાનના હસ્તક કાશ્મીર સાથે કરી હતી ત્યારે પ્રતાપ સરનાઈકે એક ઇન્ટરવ્યૂમાં તેને ધમકાવતા કહ્યું હતું, 'જો તે મુંબઈ આવે છે તો અમારી મહિલા કર્મચારી તેનું મોઢું તોડી નાખશે.' જોકે, આ સ્ટેટમેન્ટ અંગે તેમને રાષ્ટ્રીય મહિલા આયોગની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. આયોગના પ્રમુખ રેખા શર્માએ નારાજગી જતાવતા કહ્યું હતું કે એક્ટ્રેસને ધમકી આપવાના આરોપમાં તેમને તરત અરેસ્ટ કરવા જોઈએ. પ્રતાક સરનાઈક મની લોન્ડરિંગ કેસમાં EDના રડાર પર છે.