એક્ટ્રેસ સોમન કપૂરના પતિ બિઝનેસમેન આનંદ આહુજાએ ગયા મહિને જાન્યુઆરીમાં એક ઈન્ટરનેશનલ શિપિંગ કંપનીની વિરુદ્ધ તેમની કસ્ટમર સર્વિસ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે શિપિંગ કંપનીએ તાજેતરમાં આનંદ આહુજા પર કથિત રીતે ઈનવોઈસની સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. આવા નકલી ઈનવોઈસનો ઉપયોગ ટેક્સ અને કસ્ટમ ડ્યુટી ભરવાથી બચવા માટે કરવામાં આવે છે. કંપનીએ એવું પણ કહ્યું છે સમસ્યા તેમની સર્વિસમાં નથી, પરંતુ આનંદ દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં હતી. હવે કંપનીના આરોપ પર આનંદનું રિએક્શન સામે આવ્યું છે.
આનંદ આહુજાએ કંપનીના આરોપને ખોટા ગણાવ્યા
આનંદ આહુજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કંપનીના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેણે લખ્યું, આ પાયાવિહોણા ખોટા આરોપો લગાવતા પહેલા જોવું કે તમે જ PDF રસીદો અને બેંક સ્ટેટમેન્ટ્સ સ્વીકારવાની ના પાડી હતી. જેથી કરીને તમે મારી પાસેથી વધારે પૈસા ઉઘરાવી શકો અને લેટ ફી લેવા માટે મારો સામાન લાંબા સમય સુધી રોકી શકો. ગમે તે હોય, હવે મેં મારી બધી વસ્તુઓ ત્યાંથી હટાવી દીધી છે અને મારું અકાઉન્ટ પણ બંધ કરી દીધું છે.
સમસ્યા સર્વિસમાં નહોતી, આનંદના ડોક્યુમેન્ટ્સમાં હતી
આ પહેલા આનંદ આહુજાએ કસ્ટમર સર્વિસ અંગે કરવામાં આવેલી પોસ્ટ પર જવાબ આપતા કંપનીએ લખ્યું કે સમસ્યા તેમની સર્વિસમાં નહોતી, પરંતુ સોનમના પતિ દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં હતી. કંપનીએ પોસ્ટ શેર કરીને દાવો કર્યો કે આનંદ દ્વારા શેર કરવામાં આવેલા ઈનવોઈસમાં ભાવ તેમના દ્વારા મોકલવામાં આવતી પ્રોડક્ટની ચૂકવણીની તુલનામાં 90 ટકા ઓછા હતા.
કંપનીએ આનંદ પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો
કંપનીએ પોસ્ટમાં લખ્યું, ઈનવોઈસમાં ચેડા કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રોડક્ટ્સના ભાવ માટે જે પેમેન્ટ કરવામાં આવ્યું છે, તેમાં 90 ટકા ઓછી અમાઉન્ટ મેન્શન છે. જ્યારે અમારી પોલિસી એ છે કે તમામ કસ્ટમરની સમસ્યાનો સંપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં આવે. તે અમારી ડ્યુટી છે. તે કસ્ટમર સર્વિસ ક્વોલિટી, નવી પોલિસી અથવા પછી આઈટમ્સને ખોટી રીતે હેન્ડલ કરવાની બાબતમાં નથી. મિસ્ટર આહુજાએ ઈબે (શોપિંગ સાઈટ) પર ખરીદેલા સ્નીકર્સની ખોટી કિંમત જણાવી હતી, જેના કારણે તેમને ઓછા પૈસા અને ટેક્સ આપવો પડ્યો.
કંપનીએ આગળ દાવો કરતા લખ્યું, જે ઈનવોઈસમાં અમાઉન્ટ લખવામાં આવી હતી, તે રકમ ચૂકવણીના 90% કરતા ઓછી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે, યોગ્ય જાણકારી આપવી તે તેમની કાનૂની જવાબદારી છે. MyUS અને આનંદ આહુજા બંને ઈન્ટરનેશનલ એક્સપોર્ટ રૂલ્સના આધીન છે અને આપણે તેને ફોલો કરવું જોઈએ.
આનંદે કંપનીની કસ્ટમર સર્વિસ અંગે આ પોસ્ટ કરી હતી
આનંદ આહુજાએ 27 જાન્યુઆરીએ કંપનીની વિરુદ્ધ તેમની કસ્ટમર સર્વિસ અંગે પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, શું કોઈ MyUS શોપહોલિક વિશે જાણે છે. મારો તો ઘણો ખરાબ અનુભવ રહ્યો છે. તેઓ સામાનને ખૂબ જ ખોટી રીતે હેન્ડલ કરે છે. ફોર્મલ પેપરવર્કને રિજેક્ટ કરે છે અને કારણ વગર ના પાડી દે છે. તેની આ પોસ્ટ પર કંપનીની સેલ્ફ જનરેટેડ પોસ્ટ જવાબ તરીકે આવી. તેમણે અસુવિધા માટે માફી માગી અને કસ્ટમર સર્વિસનો ઉપયોગ કરવાની સલાહ આપી. સાથે પ્રોડક્ટ પેકેજિંગને લઈને પણ માફી માગી હતી. તેના પછી સોનમે ઈ-કોમર્સ સાઈટની વિરુદ્ધ પોતાની એક પોસ્ટમાં આનંદને સપોર્ટ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.