પોર્નોગ્રાફી કેસમાં મુશ્કેલી વધી:ક્રાઇમ બ્રાંચ સામે ધ્રુસકે ધ્રુસકે રડનાર શિલ્પાના ફોનનું હવે ક્લોનિંગ કરવામાં આવશે, બીજીવાર પૂછપરછ માટે સમન્સ પાઠવવાની શક્યતા

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂછપરછ દરમિયાન શિલ્પા-રાજ વચ્ચે ઉગ્ર દલીલો.

કોર્ટે રાજ કુંદ્રાના રિમાન્ડ 27 જુલાઈ સુધી લંબાવ્યા છે. 23 જુલાઈના રોજ પોલીસે રાજ કુંદ્રાને સાથે રાખીને તેના ઘરે દરોડા પાડ્યા હતા અને શિલ્પા શેટ્ટીને સામે બેસાડીને પૂછપરછ કરી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે શિલ્પા શેટ્ટીની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે.

ફોનનું ક્લોનિંગ કરવામાં આવશે
શિલ્પા શેટ્ટીને પતિના પોર્ન બિઝનેસ અંગે કેટલી માહિતી હતી તે જાણવા માટે ક્રાઇમ બ્રાંચ હવે એક્ટ્રેસના ફોનનું ક્લોનિંગ કરાવશે. આટલું જ નહીં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પોલીસ બીજીવાર શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરશે. આ વખતે પોલીસ એક્ટ્રેસની ઘરે નહીં, પરંતુ ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પૂછપરછ કરશે. આ અંગે એક્ટ્રેસને ટૂંક સમયમાં જ સમન્સ પાઠવવામાં આવશે.

છ કલાક સુધી પૂછપરછ કરી હતી
શુક્રવાર, 23 જુલાઈના રોજ દરોડા દરમિયાન મુંબઈ ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીની અંદાજે છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટી તથા રાજ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. એક્ટ્રેસે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેને હોટશોટ એપ અંગે કંઈ જાણ છે. શિલ્પા પૂછપરછ દરમિયાન ઘણી જ ડરી ગઈ હતી.

શિલ્પા રડી પડી હતી
રિપોર્ટ પ્રમાણે, પૂછપરછ દરમિયાન શિલ્પા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પોલીસને નિવેદન આપતા સમયે એક્ટ્રેસ ઘણી જ ભાંગી પડી હતી. એક્ટ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેને હોટશોટ્સમાં ચોક્કસ કયા પ્રકારનું કન્ટેન્ટ આવતું હતું તે વાતની જાણ નથી. વધુમાં શિલ્પાએ દાવો કર્યો હતો કે તેનો પતિ નિર્દોષ છે અને ઇરોટિકા તથા પોર્નોગ્રાફી વચ્ચે અંતર છે.

બેંક અકાઉન્ટ્સની તપાસ થઈ રહી છે
ક્રાઇમ બ્રાંચની ટીમ શિલ્પા શેટ્ટીના બેંક અકાઉન્ટની પણ તપાસ કરી રહી છે, કારણ કે શિલ્પા વિઆન ઇન્ડસ્ટ્રીની પૂર્વ ડિરેક્ટર હતી. તેણે ગયા વર્ષે જ રાજીનામું આપ્યું હતું.

રાજની ઓફિસમાંથી સિક્રેટ કબાટ મળ્યું
મુંબઈ પોલીસે શનિવાર, 24 જુલાઈના રોજ કહ્યું હતું કે રાજ કુંદ્રાની અંધેરી સ્થિત વિઆન અને JL સ્ટ્રીમની ઓફિસમાંથી એક સિક્રેટ કબાટ મળ્યું છે. આ પહેલાં ક્રાઇમ બ્રાંચે 23 જુલાઈના રોજ કોર્ટમાં કહ્યું હતું કે રાજ કુંદ્રા 121 પોર્ન વીડિયોને 9 કરોડ રૂપિયામાં વેચવાનો હતો.