તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી સલામત:શિલ્પા શિરોડકરે દુબઈમાં ચાઈનીઝ વેક્સિન લીધી? કોરોના વેક્સિન લેનાર પહેલી ભારતીય સેલિબ્રિટી બની

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડથી દૂર પરંતુ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેનાર એક્ટ્રેસ શિલ્પા શિરોડકર કોરોનાવાઈરસના જોખમથી સલામત થઈ ગઈ છે. તેણે કોરોના વેક્સિન લગાવી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી શૅર કરી હતી. શિલ્પાએ દુબઈમાં વેક્સિન લગાવી હતી. શિલ્પા બોલિવૂડની પહેલી એક્ટ્રેસ છે, જેણે વેક્સિન લગાવી છે. ઉલ્લેખનીય છે કે UAEમાં ચાઈનીઝ વેક્સિન સિનોફાર્મને મંજૂરી આપવામાં આવી છે.

દુબઈમાં વેક્સિન લગાવી
શિલ્પાએ 2021 અંગે મેસેજ શૅર કરીને કહ્યું હતું, 'વેક્સિનેટેડ તથા સલામત. આ ન્યૂ નોર્મલ છે. 2021માં આવી રહી છું.' તસવીરમાં શિલ્પાએ માસ્ક પહેર્યો છે અને વેક્સિન બાદ હાથ પર પટ્ટી લગાવેલી છે. શિલ્પા સિવાય કોઈ પણ સેલેબ્સે અત્યાર સુધી કોરોનાની વેક્સિન લગાવી નથી. વર્ષ 2000માં શિલ્પાએ લગ્ન કર્યાં હતાં અને લગ્નના થોડાં સમય બાદ તે દુબઈ જતી રહી હતી.

શિલ્પાની બોલિવૂડ સફર યાદગાર રહી
શિલ્પાએ 1989માં ફિલ્મ 'ભ્રષ્ટાચાર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 'હમ', 'ગોપી કિશન', 'આંખે', 'બેવફા સનમ', 'ખુદા ગવાહ' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે શિલ્પા છેલ્લે ટીવી સિરિયલ 'સાવિત્રી દેવી કોલેજ એન્ડ હોસ્પિટલ'માં જોવા મળી હતી. શિલ્પાનો પતિ અપરેશ રણજીત દુબઈમાં મર્ચન્ટ બેંકર તરીકે કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો