રાજ કુંદ્રાએ અંતે મૌન તોડ્યું:‘મારા પરિવારે અને મીડિયાએ મને પહેલેથી જ દોષી જાહેર કરી દીધો, હું પોર્નનો ધંધો નથી કરતો, મારા મૌનને મારી નબળાઈ ન સમજશો’

મુંબઈએક મહિનો પહેલા
  • રાજ કુંદ્રાએ આ આખી ઘટનાને 'વિચ હંટ' હોવાનું કહ્યું

પોર્નોગ્રાફી કેસમાં નામ આવ્યાના મહિનાઓ બાદ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાએ પોતાની વાત કહી હતી. રાજ કુંદ્રાએ આ આખી ઘટનાને 'વિચ હંટ' કહ્યું હતું. રાજ કુંદ્રાએ હાલમાં જ આપેલા ઇન્ટરવ્યુમાં પોર્ન કન્ટેન્ટના પ્રોડક્શન તથા ડિસ્ટ્રિબ્યુશન સાથે જોડાયેલો હોવાની વાતને નકારી હતી. ઉલ્લેખનીય છે કે રાજની જુલાઈમાં પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા. હાલમાં જ સુપ્રીમકોર્ટે રાજની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી અને ચાર અઠવાડિયાં સુધી તેની ધરપકડ થઈ શકશે નહીં.

તાજેતરમાં જ દીકરા સાથે રાજ કુંદ્રા રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ દીકરા સાથે રાજ કુંદ્રા રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો.

આશા છે કે સત્યની જીત થશે
વેબ પોર્ટલ 'પિંકવિલા'ના અહેવાલ પ્રમાણે, રાજ કુંદ્રાએ કહ્યું હતું, 'બહુ જ વિચાર્યા બાદ અનેક ખોટાx તથા બિનજવાબદાર નિવેદનો, રિપોર્ટ્સ વાંચ્યા અને જોયા બાદ મને લાગ્યું કે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી. હું મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી. આ પૂરી ઘટના બીજું કંઈ નહીં, પરંતુ વિચ હંટ છે. હું દરેક કેસનો સામનો કરવા તૈયાર છું. મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને અહીં સત્યની જીત થશે. દુર્ભાગ્યથી મીડિયા તથા મારા પરિવારે પહેલેથી જ મને દોષી જાહેર કરી દીધો. ક્યાંક ને ક્યાંય મારા માનવીય તથા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને આ જ કારણે મારે ઘણું જ સહન કરવું પડ્યું. ટ્રોલિંગ, નેગેટિવિટી તથા ટોક્સિક પબ્લિક ઓપિનિયને મને નબળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.'

રાજને 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા, 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો.
રાજને 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા, 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો.

પ્રાઇવસી માટે કહ્યું, આમાં દખલ ના કરો
રાજે પોતાની પ્રાઇવસી અંગે કહ્યું હતું, 'હું શરમને કારણે મારો ચહેરો છુપાવતો નથી, પરંતુ ઈચ્છું છું કે આ સતત મીડિયા ટ્રાયલની સાથે મારી પ્રાઇવસીમાં દખલગીરી કરવામાં ના આવે. મારી પ્રાથમિકતા હંમેશાંથી મારો પરિવાર રહ્યો છે અને આ સમયે અન્ય કોઈ બાબત મહત્ત્વની રહેતી નથી. હું માનું છું કે દરેક વ્યક્તિનો ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. મારી પ્રાઇવસીનું સન્માન કરવા માટે આભાર.'

19 જુલાઈના રોજ રાજની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
19 જુલાઈના રોજ રાજની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટમાં કુંદ્રાએ આ દલીલ કરી હતી
બોમ્બે હાઇકોર્ટે કુંદ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રાજે 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટમાં કરેલી અરજીમાં રાજે કહ્યું હતું કે તેને એરોટિક વીડિયો બનાવ્યા છે, પરંતુ તેમાં ક્યાંય ફિઝિકલ અને સેક્સ્યૂઅલ એક્ટિવિટી બતાવી નથી. તે કોઈ પોર્ન વીડિયો બનાવવા તથા પ્રસારિત કરવામાં સામેલ નથી. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

દિવાળી વેકેશનમાં રાજ પત્ની શિલ્પા તથા સંતાનો સાથે હિમાચલ પ્રદેશ ગયો હતો.
દિવાળી વેકેશનમાં રાજ પત્ની શિલ્પા તથા સંતાનો સાથે હિમાચલ પ્રદેશ ગયો હતો.

બે મહિને જામીન મળ્યા
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં. રાજ કુંદ્રાએ સો.મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ડિલિટ કરી નાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...