ખુલાસો:શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ એક્સ વાઈફ વિશે ચોખવટ કરતા કહ્યું, ‘મારી બહેનના પતિ સાથે કવિતાનું અફેર ચાલુ હતું’

4 મહિનો પહેલા
રાજે 2009માં શિલ્પા સાથે લગ્ન કર્યા અને હાલ તેમનાં બે સંતાનો છે
  • રાજ અને કવિતાએ 2003માં લગ્ન કર્યા હતા અને 2006માં ડિવોર્સ લીધા હતા
  • ઘણા સમયથી કવિતાનાં એક જૂનાં ઇન્ટરવ્યૂને આધારે લોકો શિલ્પા પર આરોપ લગાવી રહ્યા છે

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાએ પ્રથમવાર એક ઇન્ટરવ્યૂમાં એક્સ-વાઈફ કવિતા વિશે વાત કરી અને કહ્યું, કવિતાનું મારી બહેનનાં પતિ સાથે અફેર ચાલી રહ્યું હતું. ઘણા સમયથી કવિતાનાં એક જૂનાં ઇન્ટરવ્યૂને આધારે લોકો શિલ્પા પર આરોપ લગાવી રહ્યા છે આથી મેં આ વિશે બોલવાનું નક્કી કર્યું.

‘કવિતા વધારે નજીક આવી ગઈ હતી’
રાજે કહ્યું, હું મારી માતા, પપ્પા અને બહેન સાથે એક ઘરમાં રહેતો હતો અને જીજાજી ઇંગ્લેન્ડમાં સેટલ થવા માટે ઇન્ડિયા બહાર જતા રહ્યા હતા. કવિતા મારી બહેનના પતિની ઘણી નજીક આવી ગઈ હતી અને તેની સાથે વધારે સમય વિતાવવા લાગી. હું બિઝનેસ ટ્રિપ્સ પર હોવું ત્યારે આ બધું થતું હતું. મારા પરિવારના ઘણા લોકો અને મારા ડ્રાઈવરે પણ મને કહ્યું હતું કે આ બંનેમાં કંઇક ગડબડ લાગે છે. પહેલાં તો મને વિશ્વાસ ના થયો. મેં મારી એક્સ વાઈફને બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો.

‘તે એક સિક્રેટ ફોન રાખતી હતી’
વધુમાં રાજે કહ્યું, એ સમયે મારું દિલ કેટલું તૂટ્યું હતું તે હજુ પણ યાદ છે. હું વિચારતો હતો કે, મેં એવું તો શું કર્યું કે હું આ ડિઝર્વ કરું છું? મેં મારી પ્રેગ્નન્ટ બહેનને ફોન કર્યો અને કહ્યું કે કવિતા સાથે એક સિક્રેટ ફોન છે. એ પછી હું તેને ઘરે મૂકવા જઈ રહ્યો હતો તે સમયે જ બધું પૂરું થઈ ગયું હતું. તે સમયે કવિતા નક્કી કરી શકે તેમ હતી કે, તેને શું કરવું છે? રાજની બહેને તેના પતિ સાથે રહેવા અને પોતાના સંબંધને વધુ એક મોકો આપવાનું નક્કી કર્યું. રાજે પત્નીથી અલગ થવાનું નક્કી કર્યું.

‘શિલ્પા અમેઝિંગ વાઈફ છે ’
રાજે કહ્યું, શિલ્પા માટે આ બધું બહુ અઘરું હતું. પણ હું જે સ્થિતિમાં હતો તે મને સમજતી હતી. મારી લાઈફનાં ઈમોશનલ ટાઈમમાં તેણે મને ઘણો સપોર્ટ કર્યો. હું ભગવાનનો આભારી છું કે જેણે મને આટલી અમેઝિંગ વાઈફ આપી છે. મેં સારા કર્મ કર્યા હશે, તેથી જ હું અસલી સોલમેટ સાથે આવી ગયો.

કવિતાએ કહ્યું હતું, ‘શિલ્પા મારી જિંદગી જીવી રહી છે’
કવિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, હું બંનેને ફોટોમાં સાથે જોવું છું અને વિચારું છું કે તે મારા પતિ સાથે છે, મારી જિંદગી જીવી રહી છે. જ્યારે હું અલગ થવાની ના પાડતી હતી તાય્રે તેઓ સતત શિલ્પા વિશે વાત કરતા હતા. અમારી સાથે શું થયું તેમને કોઈ ફર્ક પડતો નહોતો કારણકે તેમણે મારાથી બેટર, ક્લેવર અને મારાથી ફેમસ વ્યક્તિને ફસાવી લીધી હતી. એ પછી તે મને ડિવોર્સ માટે હેરાન કરવા લાગ્યા. મેં ત્યારે પૂછ્યું હતું, કોઈ બીજા સાથે લગ્નનાં પ્લાનિંગ કરો છો? તો મને કોઈ જવાબ ના આપ્યો. રાજ અને કવિતાએ 2003માં લગ્ન કર્યા હતા અને 2006માં ડિવોર્સ લીધા હતા. રાજે 2009માં શિલ્પા સાથે લગ્ન કર્યા અને હાલ તેમનાં બે સંતાનો છે.

અન્ય સમાચારો પણ છે...