ટ્રેલર:'હંગામા 2'માં શિલ્પા શેટ્ટીનું ગ્લેમર, કોમેડીનો ડબલ ડોઝ, 23 જુલાઈએ OTT પર રિલીઝ થશે

મુંબઈ7 મહિનો પહેલા
  • શિલ્પા શેટ્ટી આ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કરી રહી છે

વર્ષ 2003માં આઇકોનિક ફિલ્મમેકર પ્રિયદર્શનની ફિલ્મ 'હંગામા' રિલીઝ થઈ હતી. આ કોમેડી ફિલ્મના 18 વર્ષ બાદ હવે સીક્વલ રિલીઝ થશે. 'હંગામા 2'માં શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, મિઝાન જાફરી, આશુતોષ રાણા, પ્રનિતા જેવા કલાકારો છે. કોમેડીના ડબલ ડોઝ સાથે આ ફિલ્મ 23 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું.

શું છે ટ્રેલરમાં?
ટ્રેલરમાં બે પરિવારની વાત કરવામાં આવી છે, એક તિવારી પરિવાર અને બીજું કપૂર પરિવાર છે. તિવારી પરિવારમાં સુંદર પત્ની અને ઈર્ષ્યાળુ પતિ હોય છે. કપૂર પરિવારમાં રિટાયર્ડ કર્નલ તથા તેમના બે દીકરા છે. કન્ફ્યૂઝન ત્યારે થાય છે, જ્યારે એક યુવતી તિવારી પરિવારના ઘરમાં આવે છે અને કહે છે કે તેની સાથે જે બાળક છે, તે તેમના દીકરાનું છે.

પરેશ રાવલે રાધેશ્યામ તિવારીનો રોલ પ્લે કર્યો છે તો શિલ્પા અંજલિ તિવારી છે. મિઝાન જાફરીએ તેમના દીકરાનો રોલ ભજવ્યો છે. પ્રનિતા સુભાષ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ પહેલાં તે સાઉથમાં કામ કરતી હતી.

શિલ્પા શેટ્ટી કમબેકથી ઉત્સાહી
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તેણે 'હંગામા 2'ની સ્ક્રિપ્ટ વાંચી તો હસતી જ રહી હતી. તે પરેશ રાવલ તથા પ્રિયદર્શન સાથે કામ કરવા ઉત્સુક હતી. આ ફિલ્મ તેના માટે ખાસ છે.