સેલેબ લાઈફ:શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના ફ્રી, એક્ટ્રેસે ઘરને સેનિટાઈઝ કરાવ્યું

મુંબઈ5 મહિનો પહેલા
  • શિલ્પા સિવાય ઘરના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હતા
  • શિલ્પાએ સો.મીડિયામાં પરિવારને કોરોના થયો હોવાની માહિતી આપી હતી

કોરોનાની બીજી લહેરે સામાન્ય તથા બોલિવૂડ સ્ટાર્સના પરિવારને પોતાનો શિકાર બનાવ્યા છે. અત્યાર સુધી અનેક સ્ટાર્સ તથા તેમના પરિવાર કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીના પરિવારને કોરોના થયો હતો. હવે તમામ લોકો કોરોના નેગેટિવ છે. શિલ્પાએ પોતાના ઘરને સેનિટાઈઝ કરાવ્યું હતું.

સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
શિલ્પાએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને પોતાના ઘરને સેનિટાઈઝ કરાવ્યું હોવાની માહિતી આપી હતી. શિલ્પાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, કોવિડમાંથી ઠીક થયા બાદ સેનિટાઈઝેશન. આ વીડિયોમાં બે વ્યક્તિ PPE કિટ પહેરીને ઘરને સેનિટાઈઝ કરતાં જોવા મળે છે.

શિલ્પા સિવાય તમામ સભ્યો કોરોના પોઝિટિવ હતા
શિલ્પાએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી છે. એક્ટ્રેસે કહ્યું હતું, 'એક પરિવાર તરીકે અમારા માટે છેલ્લાં 10 દિવસ ઘણાં જ મુશ્કેલી ભર્યા રહ્યાં. મારા સાસુ-સસરા, સમીશા, વિયાન, રાજ, મારી માતા અને છેલ્લે રાજનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ તમામ ગાઈડલાઈનનું પાલન કરીને પોત-પોતાના રૂમમાં આઈસોલેટ છે. ડૉક્ટરની સલાહ લઈ રહ્યાં છે.'

ઘરના બે સ્ટાફ મેમ્બર પણ પોઝિટિવ
વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'મારા ઘરના ઈન હાઉસ સ્ટાફ મેમ્બર પણ પોઝિટિવ છે. તેમને મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. ભગવાનની કૃપાથી તમામ રિકવરી મોડ પર છે.'

શિલ્પાનો રિપોર્ટ નેગેટિવ
એક્ટ્રેસે આગળ કહ્યું હતું, 'મારો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રોટોકોલ હેઠળ તમામ સેફ્ટી મેજર ફોલો કરવામાં આવી રહ્યાં છે. અમે BMC તથા ઓથોરિટીના આભારી છીએ કે તેમણે અમારી મદદ કરી.

ચાહકને માસ્ક પહેરવાની અપીલ કરી
શિલ્પાએ છેલ્લે કહ્યું હતું, 'તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. પ્લીઝ અમને તમારી પ્રાર્થનામાં રાખજો. માસ્ક પહેરો અને સલામત રહો. તમે કોવિડ પોઝિટિવ હો કે ના હો પરંતુ મેન્ટલી પોઝિટિવ રહો.'

હાલમાં જ દીકરાને ઈમોશનલ નોટ સાથે બર્થડે વિશ કર્યો હતો
રાજ કુંદ્રાએ દીકરાનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'વીડિયો બધું જ કહી રહ્યો છે. હેપ્પી બર્થડે મારા દીકરા, મારા રોકસ્ટર, મારા દિલની ધડકન.' તો શિલ્પાએ કહ્યું હતું, 'કહેવા માટે તો ઘણું બધું છે. બહુ જ કરવા માટે છે. તું બહુ ઝડપથી મોટો થઈ રહ્યો છે. હમણાં તને મેં ગળે લગાવ્યો નથી. આ વીડિયો ત્યારનો છે, જ્યારે તું ચાર વર્ષનો હતો. અમને ખબર છે કે તારા માટે તારો બર્થડે કેટલો મહત્ત્વનો છે દોઢ વર્ષથી કોઈ સેલિબ્રેશન થઈ શક્યું નથી. મને પ્રાઉડ છે કે તું મોટો થઈને બહુ જ સેન્સિટિવ, કમ્પેશનેટ તથા લવિંગ બનીશ. તે કોવિડ 19નો જંગ બહાદુરીથી લડ્યો. તને ખ્યાલ છે કે હંમેશાં માસ્ક પહેરવો જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું શું મહત્ત્વ છે. તે કોઈ પણ જાતની ફરિયાદ વગર ન્યૂ નોર્મલને અપનાવી લીધું છે. તે બહુ જ સારી રીતે મોટાભાઈની ફરજ નિભાવી છે. નવમો જન્મદિવસ મુબાકર હો.'