તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનું આઉટિંગ:પતિની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પહેલી જ વાર દીકરી સાથે ફરવા નીકળી

મુંબઈએક મહિનો પહેલા
  • શિલ્પા શેટ્ટી દીકરી સમીશા સાથે ઘરની બહાર જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટી શનિવાર, 28 ઓગસ્ટના રોજ દીકરી સમીશા સાથે જોવા મળી હતી. શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી જ વાર આ રીતે દીકરી સાથે ફરવા નીકળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે પોર્ન કેસમાં ધરપકડ કરી હતી. શિલ્પા શેટ્ટી વિવાદની વચ્ચે હવે ધીમે ધીમે નોર્મલ લાઇફમાં પરત ફરી રહી છે.

મર્સિડિઝમાં જોવા મળી
શિલ્પા શેટ્ટી ઘરની બહાર લૂઝ ફિટિંગ ડેનિમ તથા ઓવરસાઇઝ્ડ વ્હાઇટ શર્ટમાં હતી. તેણે ચશ્મા પહેર્યા હતા. શિલ્પાએ દીકરીને તેડી હતી અને સમીશાએ પિંક ડ્રેસ પહેર્યો હતો. શિલ્પા શેટ્ટીએ ફોટોગ્રાફર્સનું હસીને અભિવાદન કર્યું હતું. શિલ્પાની આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

દીકરી સાથે શિલ્પાની તસવીરો...

હાલમાં જ શિલ્પાએ સો.મીડિયામાં કહ્યું, ભૂલ થઈ ગઈ, પણ એ તો ચાલે રાખે

શિલ્પાએ સો.મીડિયામાં બુકનું એક પેજ શૅર કર્યું હતું, જેમાં જીવનમાં કરેલી ભૂલો અંગે વાત કરવામાં આવી હતી. આ પેજ પર સોફિયા લોરેનનું એક વાક્ય હતું, જેમાં કહ્યું હતું, 'ભૂલો કોઈના ઉધારનો હિસ્સો હોય છે અને તે આખું જીવન ચૂકવવી પડે છે. આપણે આપણું જીવન કોઈ ભૂલ કર્યા વગર રસપ્રદ બનાવી શકીએ નહીં. આપણે આશા રાખીએ છીએ કે તે બહુ જ ભયાનક કે કોઈને ઈજા પહોંચાડનારી ના હોય, પરંતુ તો પણ ભૂલ થઈ જાય છે.' આ સાથે જ શિલ્પાએ એનિમેટેડ સ્ટીકર શૅર કર્યું હતું અને તેમાં લખેલું હતું, 'મેં એક ભૂલ કરી દીધી, પરંતુ કોઈ વાત નહીં.'

10 દિવસ પહેલાં જ 'સુપર ડાન્સર 4'નું શૂટિંગ શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે શિલ્પાએ 10 દિવસ પહેલાં જ રિયાલિટી શો 'સુપર ડાન્સર 4'નું શૂટિંગ શરૂ કર્યું હતું. શિલ્પા શેટ્ટીએ પતિની ધરપકડના એક મહિના બાદ શૂટિંગ શરૂ કર્યું હતું.

'સુપર ડાન્સર'ના સેટ પર ભાવુક થઈ ગઈ હતી
સૂત્રોના મતે, 'સુપર ડાન્સર'ની ટીમ, જજીસ તથા સ્પર્ધકોએ શિલ્પાને આવકારી હતી. શિલ્પા આ સમયે એકદમ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસુ આવી હતા. ટીમે શિલ્પાને સાંત્વના આપીને ચૂપ કરાવી હતી.

સેટ પર શિલ્પાએ કંજક પૂજા કરી
શિલ્પાએ સેટ પર કંજક પૂજા કરી હતી. શોમાં સ્પર્ધક અર્શીયાએ મા દુર્ગાનું રૂપ લીધું હતું. તેણે વૈષ્ણોદેવીનું એક્ટ કર્યું હતું. આ એક્ટ જોયા બાદ શિલ્પા શેટ્ટી ઘણી જ ભક્તિમય થઈ ગઈ હતી. આટલું જ નહીં તેની આંખો પણ ભરાઈ આવી હતી. શિલ્પા શેટ્ટી માતા દુર્ગાની ભક્ત છે. આથી જ તેણે સેટ પર કંજક પૂજા કરી હતી, જેમાં શિલ્પાએ અર્શીયાના પગે કંકુ ચાંદલો કર્યો હતો અને પગે લાગી હતી. ત્યારબાદ તેણે અર્શીયાની આરતી ઉતારી હતી.