વાઇરલ વીડિયો:ફોટોગ્રાફરના વર્તનથી શિલ્પા શેટ્ટી અકળાઈ ગઈ, રોષમાં આવીને જેમ-તેમ બોલી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે જાણીતી છે. 47 વર્ષીય શિલ્પા શેટ્ટી જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સ ને ચાહકોની ભીડ જમા થઈ જતી હોય છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી મુંબઈમાં જોવા મળી હતી. શિલ્પા જ્યારે પોતાની કારમાં બેસવા જતી હતી તે પહેલાં ફોટોગ્રાફર્સ ને ચાહકો ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. જોકે, ફોટોગ્રાફર્સનું વર્તન જોઈને શિલ્પા શેટ્ટી રોષે ભરાઈ ગઈ હતી.

પહેલાં પોઝ આપ્યા ને પછી નારાજ થઈ
શિલ્પા પોતાની કારમાં બેસવા જાય તે પહેલાં ફોટોગ્રાફર્સને મસ્તીભર્યાં પોઝ આપે છે અને પછી પોતાની કાર તરફ જાય છે. આ દરમિયાન કેટલાંક ફોટોગ્રાફર્સ શિલ્પાની નિકટ આવવાનો પ્રયાસ કરે છે. ફોટોગ્રાફર્સની આ વર્તણૂક જોઈને શિલ્પા શેટ્ટી ગુસ્સે થઈ ગઈ હતી. તેણે એવું કહ્યું હતું, 'મુંહ મેં ઘુસકર ફોટો લોગે ક્યા?' આટલું કહીને તે કારમાં બેસવા જાય છે, પરંતુ તેને માથામાં કાર વાગે છે. શિલ્પા શેટ્ટી બ્લેક ટી શર્ટ તથા સિલ્વર પેન્ટમાં જોવા મળી હતી.

હાલમાં જ માતા સાથે વારાણસી ગઈ હતી
શિલ્પા શેટ્ટી થોડો સમય પહેલાં જ માતા સુનંદા સાથે વારાણસી ગઈ હતી. શિલ્પા પોતાની આધ્યત્મિકતાને કારણે પણ ચાહકોમાં લોકપ્રિય છે. વારાણસીમાં તેણે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેણે ગંગા આરતી પણ કરી હતી.

રાજ કુંદ્રાએ સતત માસ્ક પહેરીને રાખવાનું કારણ આપ્યું
રાજ કુંદ્રાએ થોડાં સમય પહેલાં સો.મીડિયામાં #AskRaj સેશન યોજ્યું હતું અને યુઝર્સે તેને વિવિધ સવાલો પૂછ્યા હતા. એક યુઝરે સવાલ કર્યો હતો કે તમે કેમ માસ્ક પહેરીને રાખો છો? જવાબમાં રાજે કહ્યું હતું, 'હું જાહેર જનતા માટે માસ્ક પહેરતો નથી, પરંતુ મીડિયાને મારી તસવીર ક્લિક કરવાની તક આપવા માગતો નથી. મીડિયા ટ્રાયલથી હું ઘણો જ દુઃખી થયો છું. મીડિયા કાયદાની ઉપર નથી.' અન્ય એક સવાલના જવાબમાં રાજે કહ્યું હતું કે તેની પાસે માસ્કનું બહોળું કલેક્શન છે.

પોર્નોગ્રાફી અંગે પણ સવાલ કરવામાં આવ્યો
એક યુઝરે પૂછ્યું હતું કે તમે હજી પણ પોર્નનો બિઝનેસ કરો છો? રાજે કહ્યું હતું કે તેણે ક્યારેય કર્યો નહોતો અને ક્યારેય કરશે નહીં. રાજને એક યુઝરે પોર્નોગ્રાફી કેસમાં કેવી રીતે ધરપકડ થઈ તે અંગે સવાલ કર્યો હતો. રાજે જવાબ આપતા કહ્યું હતું, 'આ વાત ટૂંક સમયમાં જ બહાર આવશે. ભ્રષ્ટાચાર, દુશ્મની, ઝઘડો ઘણી બાબતો સામેલ છે, પરંતુ હું એક વાત વિશ્વાસથી કહીશ કે પોર્નોગ્રાફી સાથે મારો કોઈ સંબંધ નથી. હું જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફી સાથે જોડાયેલો નથી.'

પગમાં ફ્રેક્ચર થયું હતું
શિલ્પા શેટ્ટીને ડેબ્યૂ વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ના એક્શન સીન્સના શૂટિંગ દરમિયાન પગમાં ફ્રેક્ચર થયું હતું. શિલ્પા શેટ્ટી છેલ્લે 'નિકમ્મા' ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં કામ કરી રહી છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વિવેક ઓબેરોય પણ છે.

અન્ય સમાચારો પણ છે...