કાળા કપડામાં રાજે મોં છુપાવ્યું:શિલ્પા શેટ્ટી ફુલ સ્ટાઇલમાં પતિ સાથે જોવા મળી તો પોર્ન કેસ બાદ હવે રાજ કુંદ્રાને મોં છુપાવવાનો વારો આવ્યો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં બે મહિના જેલમાં રહ્યો હતો

પોર્નોગ્રાફી કેસ બાદ શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા મીડિયાની નજરથી બચવાનો પ્રયાસ કરે છે. જામીન મળ્યા બાદથી રાજ કુંદ્રા ભાગ્યે જ પબ્લિકમાં જોવા મળે છે. હાલમાં જ રાજ કુંદ્રા પત્ની સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સમયે રાજ કુંદ્રાએ માસ્કને હૂડીથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો.

થોડા સમય પહેલાં જ શિલ્પા તથા રાજ હિમાચલ પ્રદેશ ગયાં હતાં. ત્યાર બાદ હવે બંને ફરી ક્યાંક ટ્રાવેલ કરતાં જોવા મળ્યાં છે. બંને તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. રાજ કુંદ્રા બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. કાળાં ચશ્માં, હૂડી તથા માસ્ક સાથે રાજે પોતાનો પૂરો ચહેરો છુપાવીને રાખ્યો હતો.

મીડિયાની નજરથી બચીને ગયો
રાજ-શિલ્પા મુંબઈ એરપોર્ટ પર હોઈ, તેમનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં રાજ કુંદ્રા ફોટોગ્રાફર્સને અવગણીને સીધો એરપોર્ટની અંદર જતો રહે છે.

મુંબઈ એરપોર્ટ પર શિલ્પા-રાજ...

થોડા સમય પહેલાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ હિમાચલમાં આવેલા જ્વાલા દેવી તથા માતા ચામુંડા દેવી મંદિરનાં દર્શન કર્યાં હતાં. શત્રુનાશિની માતા બગલામુખી મંદિર બનખંડીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. બંનેએ અહીં રાત્રે હોમ-હવન કરાવ્યો હતો. આ દરમિયાન શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે ભગવાન સામે શીશ ઝુકાવીને પરિવારની સુખ-શાંતિ માટે દુઆ માગી હતી.

બે મહિને જામીન મળ્યા
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં.

રાજે સો.મીડિયા અકાઉન્ટ ડિલિટ કર્યાં
રાજ કુંદ્રાએ સો.મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ડિલિટ કરી નાખ્યાં છે.

ઓફિસની બહાર તાળું છે
રાજ કુંદ્રાને પોર્ન કેસમાં જામીન મળ્યે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. શિલ્પા શેટ્ટી સો.મીડિયામાં એક્ટિવ છે અને તેણે પબ્લિક ઇવેન્ટમાં જવાની શરૂઆત કરી દીધી છે. રાજની ઓફિસમાં હજી પણ તાળું મારેલું છે.