એક્ટ્રેસનો દાવો:શિલ્પા શેટ્ટીએ ક્રાઈમ બ્રાંચને કહ્યું, ‘મારા પતિની એપમાં પોર્ન ફિલ્મ નથી, આજકાલ OTT પ્લેટફોર્મ પર હોય તેવું કન્ટેન્ટ છે’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા સાથે વિઆન ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર હતી - Divya Bhaskar
શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા સાથે વિઆન ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર હતી
  • મુંબઈ ક્રાઇમ બ્રાંચ શિલ્પાના ઘરે ગઈ ત્યારે તેણે ઘણા પ્રશ્નો એક્ટ્રેસને પૂછ્યા હતા
  • રાજે પોતાની પર મૂકવામાં આવેલા તમામ આરોપોને નકાર્યા છે

19 જુલાઈથી રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે શિલ્પા-રાજના ઘરે દરોડા પાડ્યા હતા અને શિલ્પાની ઘરમાં જ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન શિલ્પાએ પોર્નોગ્રાફીની વાત નકારીને તેના પતિને સપોર્ટ કર્યો હતો. શિલ્પાના માટે રાજની એપમાં જે ફિલ્મ છે તેને પોર્નોગ્રાફી ના કહી શકાય અને તેના કન્ટેન્ટની સરખામણી OTT પ્લેટફોર્મ સાથે કરી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ ક્રાઇમ બ્રાંચ શિલ્પાના ઘરે ગઈ ત્યારે તેણે ઘણા પ્રશ્નો એક્ટ્રેસને કર્યા હતા. એક્ટ્રેસે ઈન્વેસ્ટિગેશન ટીમ સામે દાવો કર્યો કે, મારા પતિ રાજની એપ હોટશોટ્સ પર જે ફિલ્મ અવેલેબલ છે તે પોર્નોગ્રાફી નહીં પણ ઈરોટિકા છે. આવા કન્ટેન્ટ આજકાલ OTT પ્લેટફોર્મ પર પણ હોય છે.

શિલ્પાને કેમ પ્રશ્નો કર્યા?
ક્રાઇમ બ્રાંચના અધિકારીએ રાજની સાથે શિલ્પાને પણ પ્રશ્નો કર્યા હતા. શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા સાથે વિઆન ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર હતી. વર્ષ 2020માં તેણે ડિરે્કટર પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. આથી એક્ટ્રેસનું આ પોર્નોગ્રાફી કેસમાં કનેક્શન છે કે નહીં તે જાણવા તેના ઘરે ટીમ પહોંચી હતી.

ક્રાઇમ બ્રાંચે શિલ્પાને પૂછ્યા આ સવાલો
રાજ કુંદ્રા કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમે શિલ્પા શેટ્ટીને કેટલાંક મહત્ત્વના સવાલો પૂછ્યા હતા, જેમ કે...
1. તે વિઆન કંપનીમાં ક્યારથી ડિરેક્ટર હતી?
2. તેને પોનોગ્રાફી રેકેટની કંઈ જાણ છે?
3. વર્ષ 2020માં તેણે ડિરે્કટર પદ પરથી કેમ રાજીનામું આપ્યું હતું?

દરોડા દરમિયાન ઓફિસમાંથી શું શું મળ્યું હતું?
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની વિઆન ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્રણ સેન બોક્સ મળ્યા હતા, જેમાં 24 હાર્ડ ડિસ્ક હતી અને બધામાં ચાર હાર્ડ ડિસ્કવાળા આઠ સર્વર હતા. આ સાથે જ પોલીસને અત્યાર સુધી 51 વીડિયો મળ્યા છે. આ તમામ પોર્ન વીડિયો છે. પોલીસને અત્યાર સુધી 119 ફિલ્મનું લિસ્ટ મળ્યું છે. આ તમામ ફિલ્મને એક કંપનીને 1.2 મિલિયન ડોલર (અંદાજે 9 કરોડ)માં વેચવાનું પ્લાનિંગ હતું. ​​​​

પોલીસે શું કહ્યું હતું કોર્ટમાં? રાજ કુંદ્રાને ભાયખલા જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. રાજની સાથે પોલીસ અધિકારી પણ હતા. કોર્ટે 23 જુલાઈ સુધી રાજને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. આજે, 23 જુલાઈના રોજ પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે તેમને શંકા છે કે રાજે પોર્નોગ્રાફીમાંથી કરેલી કમાણીનો ઉપયોગ ઓનલાઇન સટ્ટાબાજીમાં કર્યો છે. રાજ કુંદ્રાના યસ બેંક અકાઉન્ટ તથા યુનાઇટેડ બેક ઓફ આફ્રિકાના અકાઉન્ટની તપાસ કરવી જરૂરી છે.

પોલીસ તપાસમાં સહયોગ ના આપ્યો
સૂત્રોના મતે, રાજે પોલીસે પૂછેલા તમામ સવાલના યોગ્ય રીતે જવાબ આપ્યા નથી. રાજે પોતાની પર મૂકવામાં આવેલા તમામ આરોપોને નકાર્યા છે. આટલું જ નહીં રાજે પોલીસને એમ કહ્યું હતું કે તેણે ક્યારેય પોર્ન મૂવી બનાવી નથી. સૂત્રોના મતે, રાજ ભલે ગમે તે કહે, પરંતુ પોલીસ પાસે તેની વિરુદ્ધ નક્કર પુરાવા છે.

અન્ય સમાચારો પણ છે...