તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે:પતિ રાજ કુંદ્રાએ 'બેડરૂમ સિક્રેટ' ઉજાગર કર્યું તો શિલ્પા શેટ્ટીને આશ્ચર્ય થયું

મુંબઈ2 મહિનો પહેલા

14મી ફેબ્રુઆરીના રોજ દુનિયાભરના પ્રેમીપંખીડાઓ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે. વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં પતિ રાજ કુંદ્રા સાથેની બે વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ વીડિયો ક્લિપમાં શિલ્પા તથા રાજ કુંદ્રા મસ્તી કરતાં જોવા મળ્યા હતા.

રાજે બેડરૂમ સિક્રેટ ઉજાગર કર્યુ
શિલ્પા શેટ્ટીએ શૅર કરેલી એક વીડિયો ક્લિપમાં ઈન્ટરવ્યૂઅર રાજને સવાલ કરે છે કે તે શિલ્પાની ફેવરિટ લવસ્ટોરીનું નામ આપે. જોકે, રાજ કુંદ્રા આ સવાલનો જવાબ આપી શકતો નથી. આ જોઈને શિલ્પા શેટ્ટી ચીસ પાડી ઉઠે છે અને પોતાની નારાજગી વ્યક્ત કરે છે. જોકે, રાજ કુંદ્રા તરત જ 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે'નું નામ બોલે છે. આ નામ સાંભળીને શિલ્પાના ચહેરા પર આશ્ચર્ય જોવા મળે છે. તો રાજ કહે છે, 'સોરી, આ તો અમારું બેડરૂમ સિક્રેટ છે.' આ વાત સાંભળ્યા બાદ શિલ્પા એકદમ નવાઈ પામે છે અને પછી હસવા લાગે છે. ઉલ્લેખનીય છે કે 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' 2011માં આવેલી નોવેલ છે અને આ જ નામ પરથી 2015માં ઈરોટિક રોમેન્ટિક ફિલ્મ બનાવવામાં આવી હતી.

અન્ય એક વીડિયોમાં શિલ્પાએ રાજનું રહસ્ય ખોલ્યું
શિલ્પાએ અન્ય એક વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ વીડિયોમાં શિલ્પાએ રાજના સિક્રેટ્સ ખોલ્યા હતા. શિલ્પાએ કહ્યું હતું, 'રાજમા અને છોલે વાછૂટ.' આ વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, 'પ્રેમ હવામાં છે અને... તમારો પ્રેમ જ્યારે વાછૂટ કરે છે ત્યારે તે હવા પણ તમારે સહન કરવી પડે છે. રાજમા અને છોલે સિવાય અમે તમારા માટે કંઈક ખાસ કર્યું છે. જાણવા માટે આ જોતા રહો...'

ગયા વર્ષે દીકરીનો જન્મ થયો
ગયા વર્ષે સો.મીડિયામાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, 'ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ.' એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમીશા વિચારીને રાખ્યું હતું.

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની હતી.

13 વર્ષ બાદ કમબેક
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ ગયા વર્ષે જૂન મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં અને નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે. શિલ્પા શેટ્ટી બિઝનેસવુમન તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. તે યુ ટ્યૂબ પર ફિટનેસ, કુકિંગ જેવી ચેનલ ચલાવે છે. આ ઉપરાંત શિલ્પાએ બે બુક 'ધ ડાયરી ઓફ ડોમેસ્ટિક દિવા' તથા 'ધ ગ્રેટ ઈન્ડિયન ડાયટ' લખી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો