ક્યાં છે શિલ્પા શેટ્ટી?:પતિ રાજની પોર્નોગ્રાફીમાં ધરપકડ થયા બાદ એક્ટ્રેસ ઘેરા આઘાતમાં, 'સુપર ડાન્સર'ના શૂટિંગમાં પણ ના ગઈ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિલ્પા શેટ્ટી વગર જ શોનું શૂટિંગ કરવામાં આવ્યું.
  • કરિશ્મા કપૂર સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળશે.

પોર્ન વીડિયો બનાવવાના રેકેટમાં રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પતિની ધરપકડ ને કસ્ટડીથી પત્ની શિલ્પા શેટ્ટી આઘાતમાં છે. માનવામાં આવે છે કે શિલ્પા શેટ્ટી આખી રાત સૂઈ પણ શકી નથી. શિલ્પા હાલમાં જુહૂ સ્થિત બંગલામાં માતા સુનંદા તથા બહેન શમિતા સાથે છે.

શૂટિંગમાં ના ગઈ
સોમવાર, 19 જુલાઈના રોજ નક્કી હતું કે શિલ્પા શેટ્ટી 'સુપર ડાન્સર 4'ના શૂટિંગમાં હાજરી આપશે. આ શોમાં શિલ્પા શેટ્ટી જજની પેનલમાં છે. જોકે, મોડી રાત્રે રાજની ધરપકડ થતાં શિલ્પા શેટ્ટીએ શૂટિંગમાં હાજરી આપી નહોતી.

બે જજ સાથે શૂટિંગ
ઉલ્લેખનીય છે કે 'સુપર ડાન્સર'નું શૂટિંગ મોટાભાગે દર સોમવારે કે મંગળવારે થતું હોય છે. એક જ દિવસમાં બે એપિસોડ્સ શૂટ કરવામાં આવે છે. શિલ્પાએ છેલ્લી ઘડીએ શોમાં આવવાના ના પાડતા અન્ય બે જજ ગીતા કપૂર તથા અનુરાગ બાસુ સાથે શૂટિંગ કરવામાં આવ્યું છે. શોમાં કરિશ્મા કપૂરને સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી છે.

પરિવારને કોરોના થયો ત્યારે પણ શૂટિંગ નહોતું કર્યું
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં શિલ્પા શેટ્ટી સિવાય તેના પૂરા પરિવારને કોરોના થયો હતો. આ સમયે શિલ્પાએ 'સુપર ડાન્સર'ના કેટલાંક એપિસોડ્સ શૂટ કર્યા નહોતા.

શિલ્પાની પૂછપરછ કરવામાં આવશે
શિલ્પા શેટ્ટી પતિના મોટાભાગના બિઝનેસમાં પાર્ટનર રહી છે. આથી જ ક્રાઇમ બ્રાંચ હવે શિલ્પા શેટ્ટીને સમન્સ પાઠવીને તેની પૂછપરછ કરવાની તૈયારી કરી છે.