સો.મીડિયા વાઇરલ:શિલ્પા શેટ્ટીએ અડધું માથું મુંડન કરાવ્યું, એક્ટ્રેસની નવી હેરસ્ટાઇલ પર ચાહકોએ વિવિધ રિએક્શન આપ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિલ્પા શેટ્ટીએ નવા હેરકટ કરાવ્યા
  • શિલ્પા શેટ્ટીની આ સરપ્રાઇઝ ચાહકોને પસંદ ના આવી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સો.મીડિયામાં એક્ટિવ છે. પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાંથી જામીન પર છૂટ્યો પછી શિલ્પા સો.મીડિયામાં ઘણી પોસ્ટ શૅર કરી છે. આ વખતે શિલ્પાની સો.મીડિયા પોસ્ટથી ચાહકોને નવાઈ લાગી છે. આ વખતે શિલ્પાનું એક્સપરિમેન્ટ ચાહકોને ખાસ ગમ્યું નથી.

શિલ્પાએ નવા હેરકટ બતાવ્યાં
46 વર્ષીય શિલ્પા સ્ટાઇલ ડીવા છે. તે પોતાની ફેશન સેન્સને કારણે જાણીતી છે. હાલમાં જ શિલ્પાએ નવા હેરકટ કરાવ્યા હતા. એક્ટ્રેસે અડધું માથું મુંડન કરાવ્યું હોય તે રીતના હેરકટ કરાવ્યા છે.

શિલ્પાએ કહ્યું, મારા કરતાં હેર સ્ટાઇલિસ્ટ વધુ ડરેલો હતો
સો.મીડિયામાં વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, 'આ કેવી રીતે થયું. વાહિદ મારા કરતાં પણ વધુ ડરેલો હતો.' સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો જાણવા માગે છે કે તેણે શા માટે માથું મુંડન કરાવ્યું. તેણે કોઈ માનતા માની હતી કે શું?

શિલ્પાની સરપ્રાઇઝ ચાહકોને ના ગમી
શિલ્પા શેટ્ટીએ વર્કઆઉટ દરમિયાનનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, 'તમે જોખમ ઉઠાવ્યા વગર, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા વગર રોજ જીવી ના શકો. પછી ભલે તે અન્ડરકટ બઝ કટ માટે જવું હોય કે મારી નવી અરોબિક કસરત કરવી. ટ્રાયબલ સ્ક્વૉટ્સ આ લૉઅર બોડીના મસલ્સ, ખભા, હાથ પગ, ગતિ તથા ચપળતા પર કામ કરે છે અને આપણાં મગજ પર પણ કામ કરે છે.'

ચાહકોએ આ રીતનું રિએક્શન આપ્યું
શિલ્પા શેટ્ટીના નવા હેરકટ ચાહકોને ગમ્યાં નથી. એક યુઝરે કહ્યું હતું, 'તમને આ લુક સારો લાગતો નથી.' અન્ય એકે કહ્યું હતું, 'આ તો હાર્ડ છે.'

અન્ય સમાચારો પણ છે...