લૉકડાઉન ફન / શિલ્પા શેટ્ટીએ કિચન ગાર્ડનનો વીડિયો શૅર કર્યો, રીંગણ-મરચાં તોડતી જોવા મળી

Shilpa Shetty shares video of Kitchen Garden
X
Shilpa Shetty shares video of Kitchen Garden

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 06:05 PM IST

મુંબઈ. લૉકડાઉન દરમિયાન શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે મોટાભાગે રોજ કોઈકને કોઈક વીડિયો શૅર કરતી હોય છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરના ગાર્ડનનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે છોડ પરથી શાકભાજી તોડતી હોય છે. 

વીડિયો શૅર કરીને કહી આ વાત
શિલ્પા શેટ્ટીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયોમાં શિલ્પા શેટ્ટી દીકરા વિઆન સાથે રીંગણ તથા મરચાં તોડતી જોવા મળે છે. વિઆન પોતાની માતા પાસેથી છોડ પરથી શાકભાજી કેવી રીતે તોડાય તે શીખે છે. વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, જીવનની સૌથી મોટી ખુશી તમારી મહેનતનું ફળ મળે તે છે. પછી તે તમારું કોઈ નવું વેન્ચર હોય કે પછી પોતાના બાળકને મોટા થતાં જોવા હોય, કે તમે જે શાકભાજી કે ફ્રૂટ્સના છોડને ઘણાં જ પ્રેમથી ઉગાડ્યાં હોય અને તેની પર ફળ આવે ત્યારે તેને લેવાના હોય તે હોય. આ છોડ ચાર મહિના પહેલાં ઉગાડ્યાં હતાં. તેના પર મરચાં તથા રીંગણ ઉગ્યાં છે અને તેમને લઈને ખુશ છું. કહેવાયને છે કે તમે જે વાવો તે જ લણો છો. ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તમારા વિચારો પણ એવા જ રાખો અને પોઝિટિવ રહો. આજે હું આ ફ્રેશ પ્રોડક્ટ્સ તથા પ્રકૃતિના આશીર્વાદની ઘણી જ આભારી છું. 

View this post on Instagram

One of the greater joys of life is to see your efforts coming to fruition in this circle of life; whether it is about starting a new venture, seeing your child grow up or just the plants you nurture bearing vegetables and fruits for you to enjoy. Planted these seeds in pots 4 months ago and was thrilled to see brinjals and chillies ready to be harvested 🍆🌶😍 As they say, what you sow, so you shall reap. Clean organic produce. Same with your thoughts actually, think clean and positive; and the fruits those thoughts manifest into will be beautiful. C’est la vie! Mother Nature never fails to amaze me. Today, I’m grateful for the fresh produce and for nature’s many blessings... Oh also, the Baingan Ka Bharta we had for lunch was delicious 😍 . . . . . #20DaysOfGratefulness #Day13 #stayhome #staysafe #stayindoors #gratitude #IndiaFightsCorona #MotherNature #throwback

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Apr 7, 2020 at 10:38pm PDT

હાલમાં શિલ્પા શેટ્ટી પરિવાર સાથે સેલ્ફ આઈસોલેશનમાં છે. શિલ્પા 15 ફેબ્રુઆરીએ દીકરી સમિશાની માતા બની હતી. દીકરીનો જન્મ સરોગસીની મદદથી થયો હતો. શિલ્પા 23 દિવસ બાદ દીકરીને ઘરે લાવી હતી. શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે. નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી