શિલ્પાનો ઇશારો ડિવોર્સ તરફ?:પતિ રાજ કુંદ્રા પોર્ન કેસમાં જેલમાં કેદ, શિલ્પાએ કહ્યું, ‘ભૂતકાળ ન બદલી શકાય, પરંતુ સાચો નિર્ણય લઇને આગળ તો વધી જ શકાય’

એક મહિનો પહેલા
શિલ્પાએ શૅર કરેલો આ ક્વોટ ઘણો સૂચક છે
  • શિલ્પાએ કહ્યું- હું મારું ભવિષ્ય જે રીતે હું ઈચ્છું છું એ રીતે બનાવી શકું છું
  • 19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી, તેની સામે 1500 પાનાંની ચાર્જશીટ ફાઇલ થઈ છે

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના પોર્ન ફિલ્મ કેસની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પુસ્તકનો ક્વોટ શેર કર્યો છે. આ ક્વોટમાં ખરાબ નિર્ણય અને બ્રાન્ડ ન્યૂ એન્ડિંગ પર કેટલીક વાતો લખેલી છે. તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શિલ્પાએ બુકનું એક પેજ બતાવ્યું જેમાં કાર્લ બાર્ડનો લખેલો એક ક્વોટ હતો. તેમાં લખેલું હતું, ‘કોઈપણ વ્યક્તિ જીવનમાં ભૂતકાળમાં પાછી નથી જઈ શકતી અને બ્રાન્ડ ન્યૂ શરૂઆત નથી કરી શકતી, કોઈપણ આજથી શરૂઆત કરી શકે છે અને બ્રાન્ડ ન્યૂ એન્ડિંગ પણ મેળવી શકે છે.’

ત્યારબાદ ન્યૂ એન્ડિંગ ટાઈટલવાળા પુસ્તકના પેજમાં લખ્યું છે, આપણે મોટા ભાગનો સમય એ વાતને વિશ્લેષણ કરવામાં પસાર કરીએ છીએ કે આપણે શું ખરાબ નિર્ણય લીધા, શું ભૂલો કરી, કયા મિત્રોને દુઃખ પહોંચાડ્યું. આપણે ભૂતકાળને નથી બદલી શકતા પરંતુ નવી રીત અપનાવીને, સારા નિર્ણયો લઈને, જૂની ભૂલોને અવગણીને અને આસપાસના લોકો સાથે સારો વ્યવહાર કરીને આગળ વધી શકીએ છીએ.આપણી જાતને ફરીથી રિ-ઈન્વેન્ટ કરવાની અમર્યાદિત શક્યતાઓ છે. ભૂતકાળમાં મેં જે કર્યું તે માટે હું ઓળખાવા નથી માગતી. હું મારું ભવિષ્ય જે રીતે હું ઈચ્છું છું એ રીતે બનાવી શકું છું.

આ ક્વોટ ઘણો જ સૂચક છે. કારણ કે જ્યારથી રાજ કુંદ્રા જેલમાં ગયો છે તેના થોડા દિવસ પછીથી ફિલ્મી વર્તુળોમાં ચર્ચા વહેતી થઈ છે કે શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા સાથે છૂટાછેડા લેવા માગે છે, કારણ કે તે કુંદ્રાના પોર્ન કેસના છાંટા પોતાના કરિયર પર ઊડે તેવું ઇચ્છતી નથી. એવા સંજોગોમાં શિલ્પા દ્વારા શૅર કરાયેલા આ ક્વોટને લોકો શિલ્પાના પતિથી અલગ થવાના નિર્ણય સાથે જોડીને જોઈ રહ્યા છે.

શિલ્પા શેટ્ટી દ્વારા શેર કરવામાં આવેલો બુકનો ક્વોટ
શિલ્પા શેટ્ટી દ્વારા શેર કરવામાં આવેલો બુકનો ક્વોટ

આ પોસ્ટ શિલ્પાએ વૈષ્ણોદેવીનાં દર્શન કરીને પાછા આવ્યા બાદ તરત શેર કરી છે. અગાઉ તેણે પોતાની વૈષ્ણોદેવી યાત્રાની તસવીરો શેર કરી હતી જેમાં તે ઘોડા પર સવાર થઈને માતાનાં દર્શન કરવા પહોંચી હતી. શિલ્પા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા તે જ સમયે ગઈ જ્યારે પોલીસ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.

19 જુલાઈથી જેલમાં કેદ છે રાજ કુંદ્રા
19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેને પહેલા 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે બાદમાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદથી તે જેલમાં કેદ છે. સેશન્સ કોર્ટે કુંદ્રાની જામીન અરજી ફગાવી દીધી હતી. શર્લિન ચોપરાથી લઈને પુનમ પાંડે સુધી રાજ કુંદ્રા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસની પાસે વર્ષ 2020માં આ કેસ દાખલ થયો હતો.