વેકેશન:માલદીવ્સમાં શિલ્પા શેટ્ટી એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી, 'ચુરા કે દિલ મેરા'ની યાદ અપાવી

મુંબઈ8 મહિનો પહેલા

45 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે. એક્ટ્રેસ હાલમાં જ એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી હતી.

'ચુરા કે દિલ મેરા'ની યાદ અપાવી
શિલ્પા શેટ્ટીએ માલદીવ્સ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. એક તસવીરમાં શિલ્પાએ એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં જોયા બાદ શિલ્પાની ફિલ્મ 'મૈં ખિલાડી તુ અનાડી'ની યાદ આવી ગઈ હતી. 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મના ગીત 'ચુરા કે દિલ મેરા ગોરીયા ચલી'માં શિલ્પાએ એનિમલ પ્રિન્ટેડ ટુ પીસ ડ્રેસ પહેર્યો હતો. આવો જ ડ્રેસ શિલ્પાએ માલદીવ્સ વેકેશનમાં પહેર્યો છે. શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પણ વેકેશનની તસવીરો શૅર કરી હતી.

માલદીવ્સની વેકેશનની તસવીરો

દીકરી એક વર્ષની થતાં સિદ્ધિ વિનાયક મંદિરે ગઈ હતી

15 ફેબ્રુઆરીના રોજ શિલ્પાની દીકરીનો પહેલો જન્મદિવસ હતો. સમીશાનો જન્મ સરોગસીથી થયો હતો. શિલ્પા શેટ્ટી પરિવાર સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા ગઈ હતી.

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની હતી.

13 વર્ષ બાદ શિલ્પાનું બોલિવૂડમાં કમબેક

શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ નથી અને નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા 2’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.