તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલ સ્વીકારી?:પતિના પોર્નોગ્રાફી કેસની વચ્ચે શિલ્પા શેટ્ટીએ હવે કહ્યું, 'મેં ભૂલ કરી, પણ એ તો ચાલે રાખે'

મુંબઈ21 દિવસ પહેલા
  • શિલ્પા શેટ્ટીએ આ પહેલાં કહ્યું હતું, સમયને હંમેશાં માટે ગુમાવવાને બદલે આપણે દરેક ક્ષણને જીવીએ.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોર્ન તથા અશ્લીલ ફિલ્મ બનાવવાનો તથા પ્રસારિત કરવાના આરોપમાં જેલમાં છે. પતિની ધરપકડ થયા બાદ ખાસ્સા સમય સુધી શિલ્પા શેટ્ટી ગાયબ હતી. શિલ્પાએ વર્ક કમિટમેન્ટમાંથી પણ બ્રેક લીધો હતો અને સો.મીડિયામાં પણ જોવા મળતી નહોતી. જોકે, હવે શિલ્પા ફરી એકવાર સો.મીડિયામાં એક્ટિવ થઈ છે અને રિયાલિટી શો 'સુપરડાન્સર ચેપ્ટર 4'ના સેટ પર પરત આવી છે. આ દરમિયાન શિલ્પાએ જીવનમાં કરેલી ભૂલો અંગે વાત કરી છે.

શું કહ્યું શિલ્પાએ?
શિલ્પાએ સો.મીડિયામાં બુકનું એક પેજ શૅર કર્યું છે, જેમાં જીવનમાં કરેલી ભૂલો અંગે વાત કરવામાં આવી છે. આ પેજ પર સોફિયા લોરેનનું એક વાક્ય છે, જેમાં કહ્યું છે, 'ભૂલો કોઈના ઉધારનો હિસ્સો હોય છે અને તે આખું જીવન ચૂકવવી પડે છે. આપણે આપણું જીવન કોઈ ભૂલ કર્યા વગર રસપ્રદ બનાવી શકીએ નહીં. આપણે આશા રાખીએ છીએ કે તે બહુ જ ભયાનક કે કોઈને ઈજા પહોંચાડનારી ના હોય, પરંતુ તો પણ ભૂલ થઈ જાય છે.' આ સાથે જ શિલ્પાએ એનિમેટેડ સ્ટીકર શૅર કર્યું હતું અને તેમાં લખેલું હતું, 'મેં એક ભૂલ કરી દીધી, પરંતુ કોઈ વાત નહીં.'

આ પહેલાં શિલ્પાએ કહ્યું હતું, દરેક ક્ષણને જીવી લેવી જોઈએ
શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ બુકનું પેજ શૅર કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું, 'આપણે આપણા જીવનમાં પોઝ બટન પ્રેસ કરી શકીએ નહીં. દરેક દિવસ મહત્ત્વ ધરાવે છે, પછી આપણે આપણું બેસ્ટ કરીએ કે પછી સૌથી ખરાબ, પરંતુ આપણું જીવન ઘણું જ સ્ટ્રેસફૂલ તથા ટેન્શનવાળું બની જાય તો શું આપણે સાચે જ ટાઇમ આઉટ કરી શકીએ છીએ? ભલે ગમે તે થાય, પરંતુ આપણા જીવનની ઘડિયાળ હંમેશાં ચાલતી રહે છે. એકમાત્ર બાબત છે, જે આપણી પાસે છે અને તે સમય છે. આથી સૌથી સારી વાત એ છે કે તે સમયને હંમેશાં માટે ગુમાવવાને બદલે આપણે દરેક ક્ષણને જીવીએ.'

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ શિલ્પાએ સો.મીડિયામાં પુસ્તકનું પાનું શૅર કર્યું હતું. આ પોસ્ટમાં જેમ્સ થર્બની વાત કરવામાં આવી હતી. પેજમાં લખવામાં આવ્યું છે, 'ગુસ્સામાં પાછળ ફરીને ના જુઓ અથવા ડરથી આગળ ના જુઓ, પરંતુ સચેત અવસ્થામાં ચારેબાજુ જુઓ.'

'આપણને જે લોકોએ દુઃખ પહોંચાડ્યું હોય તેની તરફ આપણે ગુસ્સામાં પાછળ ફરીને જોઈએ છીએ, જે નિરાશા આપણે અનુભવી, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું, આપણને સતત ડર લાગે છે કે આપણે ક્યાંક નોકરી ગુમાવી ના દઈએ, કોઈ બીમારીનો ભોગ ના બનીએ અથવા તો કોઈ પ્રિયજનનું મૃત્યુ ના થાય. આપણે જે સ્થાન પર રહેવાની જરૂર છે એ ત્યાં જ છે. અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે એને લઈ કોઈ ચિંતા ના કરો, પરંતુ પૂરી રીતે સચેત થઈને આસપાસ જોવાની જરૂર છે.'

રાજ કુદ્રાએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલાં લગ્ન કવિતા સાથે કર્યા હતા. જોકે, પછી તેમના ડિવોર્સ થઈ ગયા હતા. આ લગ્નથી રાજ એક દીકરીનો પિતા બન્યો હતો. 2009માં રાજે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિઆન તથા દીકરી સમીષા છે.