અંતે પાછી ફરી:પતિ પોર્નોગ્રાફી કેસમાં હજી જેલમાં છે, પણ શિલ્પા શેટ્ટીએ મહિના બાદ 'સુપર ડાન્સર 4'નું શૂટિંગ શરૂ કરી દીધું

મુંબઈ5 મહિનો પહેલા
  • શિલ્પા શેટ્ટીના પતિ રાજની ધરપકડ 19 જુલાઈના રોજ કરવામાં આવી હતી.

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પતિની ધરપકડ થયા બાદ શિલ્પાએ પોતાના વર્ક કમિટમેન્ટ્સમાંથી બ્રેક લીધો હતો. તેણે ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'નું શૂટિંગ પણ કર્યું નહોતું. આ શોમાં તે જજની ભૂમિકામાં છે. અંદાજે એક મહિના બાદ શિલ્પા શેટ્ટીએ શોનું શૂટિંગ શરૂ કર્યું છે.

17 ઓગસ્ટે શૂટિંગ કર્યું
સૂત્રોના મતે, શિલ્પાએ શો છોડ્યો નથી અને તેની જગ્યાએ કોઈને લાવવામાં પણ આવ્યા નથી. તે પતિ જેલમાં હોવા છતાંય શૂટિંગ કરવા તૈયાર છે. મેકર્સે પણ એક્ટ્રેસને પૂરો સપોર્ટ કર્યો છે. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ અન્ય સેલેબ શિલ્પાની જગ્યા લે. શિલ્પા માટે શૂટિંગ ફરી શરૂ કરવું તે ઘણો જ મોટો નિર્ણય હતો, પરંતુ તેણે અંતે પરત ફરવાનો નિર્ણય લીધો છે. શિલ્પાએ 17 ઓગસ્ટના રોજ શૂટિંગ શરૂ કરી દીધું છે.

શોના પ્રોડ્યૂસર ખુશ
શિલ્પા શોમાં પરત આવતા પ્રોડ્યૂસર રણજીત શર્મા ઘણાં જ ખુશ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રણજીતે કહ્યું હતું કે શિલ્પા પહેલી સિઝનથી શો સાથે જોડાયેલા છે. તેમને વિશ્વાસ હતો કે તે પરત આવશે અને અંતે આ જ થયું. તેની એનર્જી, પોઝિટિવિટી તમામ લોકો મિસ કરતા હતા અને તેમાંય બાળકો તો ખાસ. વિશ્વાસ રાખો કે શિલ્પાની હકારાત્મકતા તથા જોશ બાળકો માટે ઘણો જ મહત્ત્વનો છે. તે સેટ પર આવી ગઈ છે અને બધા જ ખુશ છે. ફરી એકવાર ચાહકોને શિલ્પા, ગીતા કપૂર તથા અનુરાગ બસુ સાથે જોવા મળશે.

ફિનાલે સુધી શોમાં રહેશે
વધુમાં રણજીતે કહ્યું હતું કે તે શોની ફિનાલે સુધી જોવા મળશે. શિલ્પાના રિપ્લેસમેન્ટ અંગે ક્યારેય વિચાર્યું નહોતું. તેના કમબેકે સેટનો માહોલ જ બદલી નાખ્યો છે.

ગેસ્ટ તરીકે 'ઇન્ડિયન આઇડલ 12'ના વિનર સહિતના સ્પર્ધક જોવા મળશે
શિલ્પના કમબેક એપિસોડમાં 'ઇન્ડિયન આઇડલ 12'નો વિનર પવનદીપ તથા અરૂણિતા કાંજીલાલ, સાયલી કામ્બલે, મોહમ્મદ દાનિશ, નિહાલ ટૌરો તથા શન્મુખા પ્રિયા જોવા મળશે.

શિલ્પાની ગેરહાજરીમાં આ સેલેબ્સ જોવા મળ્યા હતા
શિલ્પા છેલ્લાં ત્રણ અઠવાડિયાથી શોમાં જોવા મળી નથી અને તેની ગેરહાજરીમાં કરિશ્મા કપૂર, જેનેલિયા-રિતેશ દેશમુખ, સોનાલી બેન્દ્રે-મૌસલી ચેટર્જી, સંગીતા બિજલાણી જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

રાજ કુંદ્રાની બીજી પત્ની છે
રાજ કુદ્રાએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલાં લગ્ન કવિતા સાથે કર્યા હતા. જોકે, પછી તેમના ડિવોર્સ થઈ ગયા હતા. આ લગ્નથી રાજ એક દીકરીનો પિતા બન્યો હતો. 2009માં રાજે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિઆન તથા દીકરી સમીષા છે.

અન્ય સમાચારો પણ છે...