વાઇરલ વીડિયો:શિલ્પા શેટ્ટીએ 'K3G'નો શાહરુખ ખાનનો હેલિકોપ્ટર સીન રીક્રિએટ કર્યો

મુંબઈ22 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં પોતાના પહેલા હીરો શાહરુખ ખાનની નકલ કરી હતી. શિલ્પાએ હાલમાં જ સો.મીડિયામાં શૅર કરેલા એક વીડિયોમાં શાહરુખના આઇકોનિક સીનની નકલ કરી છે. 'કભી ખુશી કભી ગમ'માં શાહરુખનો એન્ટ્રી સીન હેલિકોપ્ટરમાંથી ઉતરતો હોય તે રીતનો છે. શિલ્પા પણ શાહરુખની જેમ હેલિકોપ્ટરમાંથી ઉતરતી જોવા મળી હતી.

શિલ્પાએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
શિલ્પાએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો છે. શિલ્પા પણ એક્ટર શાહરુખની જેમ બ્લેક આઉટફિટમાં જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'કભી ખુશી કભી ગમ'નું મ્યૂઝિક વાગે છે.

વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, 'ઘરે પરત ફરવાની તે ફીલિંગ અદ્દભૂત હોય છે. તેની તુલના કોઈ સાથે થઈ શકે નહીં. આપણા તમામમાં ક્યાંકને ક્યાંક થોડું 'K3G' જરૂર હોય છે.' આ વીડિયોમાં શિલ્પાએ કરન જોહરને પણ ટૅગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિલ્પાએ પોતાની ડેબ્યૂ ફિલ્મ 'બાઝીગર'માં શાહરુખ સાથે કામ કર્યું હતું.

મસૂરીમાં વેકેશન મનાવ્યું
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે મસૂરીમાં વેકેશન મનાવ્યું હતું. શિલ્પા બુધવાર, 29 ડિસેમ્બરના રોજ મુંબઈ પરત ફરી હતી. એરપોર્ટ પર શિલ્પાએ દીકરી સમીશાને તેડી હતી અને દીકરા વિઆનનો હાથ પકડ્યો હતો. ફોટોગ્રાફર્સે જ્યારે વિઆનને માસ્ક કાઢવાનો કહ્યો ત્યારે શિલ્પાએ કહ્યું હતું કે તે માસ્ક નહીં કાઢે. જોકે, વિઆને માસ્ક કાઢીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...