પોર્નોગ્રાફી કેસમાં હવે રાજ-શિલ્પાના ઘરે દરોડા:પતિની એડલ્ટ એપ અંગે જાણતી હતી શિલ્પા શેટ્ટી, કુંદ્રાએ અનેક વખત તેના ખાતામાં પૈસા મંગાવ્યા; બંને અનેક કંપનીઓમાં છે પાર્ટનર

મુંબઈ3 મહિનો પહેલા
  • ક્રાઇમ બ્રાંચ શિલ્પા શેટ્ટીનું નિવેદન રેકોર્ડ કરશે.
  • 23 જુલાઈના રોજ રાજની પોલીસ કસ્ટડી પૂરી થતી હતી, કોર્ટે 27 જુલાઈ સુધી રિમાન્ડ વધાર્યા

19 જુલાઈથી રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ છે. કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી આપ્યા હતા અને આજે, 23 જુલાઈએ આ અંગે સુનાવણી થઈ હતી અને કોર્ટે રાજ કુંદ્રા તથા તેના સાથીદાર રયાન થોર્પને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે શિલ્પા-રાજના ઘરે દરોડા પાડ્યા હતા અને શિલ્પાની ઘરમાં જ પૂછપરછ કરી હતી.

પોલીસ રાજને લઈ ઘરે ગઈ
રાજ કુંદ્રાને લઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી શિલ્પા શેટ્ટીના ઘરે ગયા છે. શિલ્પાનું ઘર જુહૂમાં છે. માનવામાં આવે છે કે અધિકારી શિલ્પા શેટ્ટીને સવાલ પૂછ્યા છે, કારણ કે તે કુંદ્રા સાથે વિઆન ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટર હતી. શિલ્પાને રાજની સામે જ સવાલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અંધેરી સ્થિત વિઆન કંપનીમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે શિલ્પાને પૂછ્યા આ સવાલો
રાજ કુંદ્રા કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમે શિલ્પા શેટ્ટીને કેટલાંક મહત્ત્વના સવાલો પૂછ્યા હતા, જેમ કે...
1. તે વિઆન કંપનીમાં ક્યારથી ડિરેક્ટર હતી?
2. તેને પોનોગ્રાફી રેકેટની કંઈ જાણ છે?
3. વર્ષ 2020માં તેણે ડિરે્કટર પદ પરથી કેમ રાજીનામું આપ્યું હતું?

દરોડા દરમિયાન ઓફિસમાંથી શું શું મળ્યું હતું?
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની વિઆન ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્રણ સેન બોક્સ મળ્યા હતા, જેમાં 24 હાર્ડ ડિસ્ક હતી અને બધામાં ચાર હાર્ડ ડિસ્કવાળા આઠ સર્વર હતા. આ સાથે જ પોલીસને અત્યાર સુધી 51 વીડિયો મળ્યા છે. આ તમામ પોર્ન વીડિયો છે. પોલીસને અત્યાર સુધી 119 ફિલ્મનું લિસ્ટ મળ્યું છે. આ તમામ ફિલ્મને એક કંપનીને 1.2 મિલિયન ડોલર (અંદાજે 9 કરોડ)માં વેચવાનું પ્લાનિંગ હતું. ​​​​

પોલીસે શું કહ્યું હતું કોર્ટમાં? રાજ કુંદ્રાને ભાયખલા જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. રાજની સાથે પોલીસ અધિકારી પણ હતા. કોર્ટે 23 જુલાઈ સુધી રાજને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. આજે, 23 જુલાઈના રોજ પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે તેમને શંકા છે કે રાજે પોર્નોગ્રાફીમાંથી કરેલી કમાણીનો ઉપયોગ ઓનલાઇન સટ્ટાબાજીમાં કર્યો છે. રાજ કુંદ્રાના યસ બેંક અકાઉન્ટ તથા યુનાઇટેડ બેક ઓફ આફ્રિકાના અકાઉન્ટની તપાસ કરવી જરૂરી છે.

પોલીસ તપાસમાં સહયોગ ના આપ્યો
સૂત્રોના મતે, રાજે પોલીસે પૂછેલા તમામ સવાલના યોગ્ય રીતે જવાબ આપ્યા નથી. રાજે પોતાની પર મૂકવામાં આવેલા તમામ આરોપોને નકાર્યા છે. આટલું જ નહીં રાજે પોલીસને એમ કહ્યું હતું કે તેણે ક્યારેય પોર્ન મૂવી બનાવી નથી. સૂત્રોના મતે, રાજ ભલે ગમે તે કહે, પરંતુ પોલીસ પાસે તેની વિરુદ્ધ નક્કર પુરાવા છે.

શિલ્પાની 'હંગામા 2' રિલીઝ થઈ
શિલ્પા શેટ્ટીએ 14 વર્ષ બાદ કમબેક કર્યું છે. શિલ્પા શેટ્ટીની 'હંગામા 2' ડિઝ્ની હોટ સ્ટાર પર 23 જુલાઈએ રિલીઝ થઈ છે. શિલ્પા શેટ્ટી કમબેક ફિલ્મ અંગે ઘણી જ ઉત્સાહમાં હતી, પરંતુ અચાનક જ રાજની ધરપકડ થતાં તે સો.મીડિયાથી દૂર થઈ ગઈ છે. શિલ્પા 'સુપર ડાન્સર 4'ના શૂટિંગમાં પણ ગઈ નહોતી. શિલ્પા ફિલ્મનું પ્રમોશન પણ કરી શકી નહીં.

20 જુલાઈએ કોર્ટમાં શું થયું હતું?
મુંબઈની પ્રોપર્ટી સેલે કહ્યું હતું કે રાજ કુંદ્રાને આ પોર્ન વીડિયો બનાવવામાં તથા વેચાણને કારણે આર્થિક ફાયદો થઈ રહ્યો હતો. Vian કંપનીના અકાઉન્ટમાં ઘણું વિદેશી હૂંડિયામણ રાખવામાં આવ્યું છે. પોલીસે રાજ કુંદ્રાનો ફોન પણ સીઝ કરી દીધો. રાજ કુંદ્રાનાં નિવેદનોને અન્ય આરોપીઓ સાથે ક્રોસ ચેક કરવામાં આવશે. પોલીસ રાજ કુંદ્રા તથા બીજા આરોપી રયાનની વધુમાં વધુ દિવસની કસ્ટડી ઈચ્છતી હતી.

વકીલ અબાદ પોંદાએ રાજ કુંદ્રાની તરફેણમાં દલીલો કરી હતી. વકીલ અબાદે કહ્યું હતું કે પોલીસ રાજની ગેરકાયદે રીતે કસ્ટડી માગી રહી છે. કાયદાને ધ્યાનમાં રાખતાં રાજની કસ્ટડી આપવી જોઈએ નહીં. પોલીસે એ કહેવું જોઈએ કે કેમ રાજની કસ્ટડી વગર તે આ કેસની તપાસ ચાલુ રાખી શકે તેમ નથી. માત્ર 2 સેક્શન જ બિનજામીન પાત્ર છે. સેક્શન 420 તથા 67 (a). સેક્શન 420માં સાત વર્ષની સજા હોય છે અને 67 (a)માં પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.

પાંચ વર્ષ જેલની જોગવાઈ
કુંદ્રા સામે IT એક્ટ 2008ની કલમ 67 (એ), આઈપીસીની કલમ 420, 34, 292, 293 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રથમ ગુના માટે પાંચ વર્ષ સુધી જેલ અથવા રૂ. 10 લાખના દંડની સજાની જોગવાઈ છે. બીજી વાર આવા ગુનો કર્યો તો 7 વર્ષ સુધી જેલ થઈ શકે છે.

ગુજરાતનું પણ કનેકશન
ફેબ્રુઆરીમાં પોલીસે આ પોર્ન ફિલ્મ રેકેટ પકડી પાડ્યા પછી તનવીર હાશ્મી (40)ની ગુજરાતના સુરતથી ધરપકડ કરાઈ હતી. આ ટોળકી અલગ અલગ વીડિયો એપ્સ પર ફિલ્મ કઈ રીતે ડાઉનલોડ કરતી એની સંપૂર્ણ માહિતી હાશ્મીએ પોલીસને આપી હતી. વેબસિરીઝને નામે પોર્ન સિરીઝ બનાવવાનું રેકેટ મુંબઈ અને ગુજરાતમાંથી દેશવિદેશમાં ફેલાયું હોવાની માહિતી પણ તેના થકી બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...