રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં નામ હટાવવા અરજી કરી:પ્રોસિક્યૂશને વિરોધ કરીને કહ્યું- 'તેને દોષિત સાબિત કરવા માટે અમારી પાસે પૂરતા પુરાવા છે'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાએ કોર્ટમાં પોર્નોગ્રાફી કેસમાંથી પોતાનું નામ હટાવવા માટે અરજી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે પ્રોસિક્યૂશને ડિસચાર્જ એપ્લીકેશનનો વિરોધ કરીને કહ્યું હતું કે રાજ કુંદ્રા વિરુદ્ધ પ્રાઇમા ફેસી કેસ બને છે અને આ વાત સાબિત કરવા માટે તેમની પાસે પૂરતા પુરાવા છે. કુંદ્રાએ અરજીમાં કહ્યું હતું કે આ કેસમાં તેનું નામ હટાવીને તેને આરોપોથી મુક્ત કરવામાં આવે.

કુંદ્રાના વકીલે શું જવાબ આપ્યો?
'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, પ્રોસિક્યૂશને અરજીનો વિરોધ કર્યો છે અને તે અંગે રાજના વકીલ પ્રશાંત પાટિલે કહ્યું હતું, 'અમે મેરિટના આધારે કેસ પર દલીલો કરવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલેથી જ પ્રાઇમા ફેસ કેસ થયેલો છે. અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને સાચી વાત ટૂંક સમયમાં જ સામે આવશે.' આ સાથે જ પાટિલે કહ્યું હતું, 'પ્રાઇમા ફેસી કેસ હોવ છતાં કુંદ્રા વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને અમે કોર્ટમાં સૉલિડ ફેક્ટ્સના આધારે કેસ લડીશું.'

પ્રોસિક્યૂશને કુંદ્રાની અરજીનો વિરોધ કર્યો
રિપોર્ટ્સ પ્રમાણે, પ્રોસિક્યૂશને નામ હટાવવાની અરજીનો વિરોધ કર્યો હતો. પ્રોસિક્યૂશને કહ્યું હતું કે પ્રાઇમા ફેસીથી લાગે છે કે રાજ કુંદ્રની પોર્નોગ્રાફી બિઝનેસમાં સીધી સંડોવણી છે. તેમની પાસે પૂરતા પુરાવા છે અને તેનાથી સાબિત થશે કે તે દોષિત છે.

ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી
ગયા વર્ષે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાને પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. કેટલીક મોડલ તથા સ્ટ્રગલિંગ એક્ટ્રેસિસે આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે જબરજસ્તી પોર્ન ફિલ્મમાં કામ કરાવવામાં આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસે રાજ કુંદ્રાના ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને પછી ધરપકડ કરી હતી.

બે મહિના જેલમાં રહ્યો હતો
પોર્નોગ્રાફી કેસમાં રાજ બે મહિના સુધી જેલમાં રહ્યો હતો. કોર્ટની કાર્યવાહી લાંબી ચાલતા રાજને સપ્ટેમ્બર, 2021માં જામીન મળ્યા હતા. હજી સુધી રાજને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી અને તેથી જ તેણે કહ્યું હતું કે તેને હવે આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે.