વાઇરલ:અજાણી વ્યક્તિએ કારમાં ઘુસવાનો પ્રયાસ કરતાં શિલ્પા શેટ્ટી ગુસ્સે થઈ

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તાજેતરમાં દીકરી સમીશા સાથે જોવા મળી હતી. શિલ્પા દીકરી સાથે એક્ટ્રેસ સ્મૃતિ ખન્નાની દીકરી અનયાકાની બર્થડે પાર્ટીમાં ગઈ હતી.

કારમાં બેસતી વખતે ચાહક એકદમ નજીક આવી ગયો
પાર્ટીમાંથી બહાર આવ્યા બાદ શિલ્પા શેટ્ટી દીકરી સાથે કારમાં બેસવા જતી હતી. ફોટોગ્રાફર્સ શિલ્પા ને સમીષાના ફોટો-વીડિયો લેતા હતા. સમીશા ફોટોગ્રાફર્સને ટાટા-બાય-બાય કરતી હતી. શિલ્પા શેટ્ટી દીકરી સાથે કારમાં બેસી ગઈ ત્યારે એક ચાહક સ્લેફી લેવાની લાલચે કારની અંદર ધસી આવ્યો હતો. આ જોઈને શિલ્પા ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું, 'ક્યા કર રહે હો ભાઈ?'

સ્મૃતિએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી
15 એપ્રિલના રોજ સ્મૃતિએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં જોવા મળે છે કે સમીશા વ્હાઇટ ગાઉનમાં હતી. સ્મૃતિએ 2020માં દીકરી અનાયકાને જન્મ આપ્યો હતો.

સ્મૃતિ દીકરી સાથે
સ્મૃતિ દીકરી સાથે
સ્મૃતિ દીકરી સાથે, શિલ્પા શેટ્ટી સમીશા સાથે.
સ્મૃતિ દીકરી સાથે, શિલ્પા શેટ્ટી સમીશા સાથે.
પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે સ્મૃતિ-શિલ્પા.
પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે સ્મૃતિ-શિલ્પા.
સમીશા (વચ્ચે) તથા અનાયકા (ડાબેથી પહેલી)
સમીશા (વચ્ચે) તથા અનાયકા (ડાબેથી પહેલી)

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'હંગામા 2'માં જોવા મળી હતી. હવે તે 'નિકમ્મા' તથા 'સુખી'માં જોવા મળશે.

ગયા વર્ષે પતિને કારણે ચર્ચામાં આવી હતી
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ગયા વર્ષે 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં.