તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:શિલ્પા શેટ્ટી પરિવાર સાથે મર્સિડીઝ બેન્ઝમાં બેસીને રેસ્ટોરાંમાં ડિનર કરવા ગઈ, કારની કિંમત લાખોમાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તથા તેના પતિ રાજ કુંદ્રા હાલમાં મર્સિડીઝ બેન્ઝ વી ક્લાસ કારમાં જોવા મળ્યા હતા. આ કારમાં શિલ્પા પરિવાર સાથે મુંબઈ વર્લી સ્થિતિ એક રેસ્ટોરાંમાં ડિનર માટે જોવા મળી હતી. શિલ્પા પતિ ઉપરાંત પોતાની માતા તથા બહેન સાથે હતી.

શિલ્પા શેટ્ટીની કારની કિંમત 71.0 લાખ રૂપિયાથી લઈને 1.46 કરોડની વચ્ચે છે. આ કારમાં સાત લોકો બેસી શકે છે. 1950 cc-2143 cc એન્જિન ક્ષમતા, BHP: 160.9-160.0 bhp ટ્રાન્સમિશનવાળી આ કાર પાંચ અલગ અલગ વેરિઅન્ટમાં આવે છે. તમામની કિંમત વેરિએન્ટ પર આધારિત છે.

રાજ તથા શિલ્પાએ પૂરા પરિવાર સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આટલું જ નહીં, બંનેએ કારની અંદર બેસીને પણ પોઝ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે શિલ્પા પાસે BMWi8, રેન્જ રોવર, લેમ્બોર્ગિની જેવી લક્ઝૂરિયસ કાર છે. શિલ્પા ફિટનેસ તથા કુકિંગ ચેનલ પણ ચલાવે છે.

પરિવાર સાથે શિલ્પાની ડિનર ડેટ તસવીરોમાં

પતિ રાજ કુંદ્રા સાથે શિલ્પા
પતિ રાજ કુંદ્રા સાથે શિલ્પા
શિલ્પા શેટ્ટી બ્લેકઆઉટ ફિટમાં મનમોહક લાગતી હતી
શિલ્પા શેટ્ટી બ્લેકઆઉટ ફિટમાં મનમોહક લાગતી હતી
શિલ્પા શેટ્ટી માતા સુનંદા, બહેન શમિતા તથા પતિ રાજ સાથે
શિલ્પા શેટ્ટી માતા સુનંદા, બહેન શમિતા તથા પતિ રાજ સાથે
માતા તથા બહેન સાથે શિલ્પા
માતા તથા બહેન સાથે શિલ્પા
રેસ્ટોરાંમાંથી ડિનર કરીને પરિવાર સાથે બહાર આવતી શિલ્પા
રેસ્ટોરાંમાંથી ડિનર કરીને પરિવાર સાથે બહાર આવતી શિલ્પા
શિલ્પાની કાર ચર્ચાનું કેન્દ્ર બની હતી
શિલ્પાની કાર ચર્ચાનું કેન્દ્ર બની હતી

ગયા વર્ષે દીકરીનો જન્મ થયો
સો.મીડિયામાં દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, 'ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ.' એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમીશા વિચારીને રાખ્યું હતું.

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

13 વર્ષ બાદ કમબેક
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ નથી અને નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો