બર્થડે સેલિબ્રેશન:શિલ્પા શેટ્ટીએ રસ્તા પર 'નિકમ્મા'ની ટીમ સાથે ડાન્સ કરીને કેક કાપી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો આજે એટલે કે 8 જૂનના રોજ 47મો જન્મદિવસ છે. શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર ચાહકો ઘરની બહાર ઉમટી પડ્યા હતા. એકટ્રેસે ચાહકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ 'નિકમ્મા'ની સ્ટાર-કાસ્ટ અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા આવ્યા હતા. શિલ્પાએ આ બંને કલાકારો તથા મમ્મી સુનંદા શેટ્ટી સાથે કેક કાપી હતી.

રસ્તા પર ડાન્સ કર્યો
શિલ્પા શેટ્ટીએ અભિમન્યુ તથા શર્લી સાથે રસ્તા પર ચાહકો સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

ચોકલેટ કેક કાપી
શિલ્પાએ પછી ફિલ્મની ટીમ સાથે ચોકલેટ કેપ કાપી હતી. શિલ્પાએ પછી ફિલ્મના કલાકારો તથા માતા સુનંદાને કેક ખવડાવી હતી.

આ કારણે ટ્રોલ થઈ
શિલ્પા શેટ્ટી જન્મદિવસ પર ટ્રોલ થઈ હતી. શિલ્પાને 'નિકમ્મા'ની સ્ટાર-કાસ્ટ તથા ચાહકોએ બર્થડે પર સરપ્રાઇઝ આપી હતી. જોકે, શિલ્પા બાલકનીમાં ઊભી હોય છે ત્યારે તેની પાછળ એક કેમેરામેન હોય છે. આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે કહ્યું હતું કે આ પેઇડ એક્ટિવિટી છે. ચાહકોને પૈસા આપીને બોલાવવામાં આવ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે બધાને એક એક વડાપાઉં મળશે. અન્ય એકે કહ્યું હતું કે આ તો એકદમ નકલી છે. નકલી પબ્લિક, નકલી એક્ટિંગ.

શિલ્પા શેટ્ટીનું બર્થડે સેલિબ્રેશન તસવીરોમાં...

વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી 'નિકમ્મા'માં જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'પોલીસ ફોર્સ'થી ડિજિટલ ડેબ્યૂ કરશે.