બર્થડે ગિફ્ટ:શિલ્પા શેટ્ટીએ મોંઘીદાટ ડબલ ડેકર વેનિટી વેન ખરીદી, યોગા ડેકથી લઈ કિચન પણ છે

મુંબઈ23 દિવસ પહેલા
  • શિલ્પા શેટ્ટીનો 8 જૂનના રોજ 47મો જન્મદિવસ છે

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો 8 જૂનના રોજ 47મો જન્મદિવસ છે. એક્ટ્રેસે જન્મદિવસ પર પોતાને મોંઘી ગિફ્ટ આપી છે. શિલ્પાએ બર્થડે પર વેનિટી વેન ખરીદી છે. વેનિટી વેનમાં શિલ્પાએ ખાસ યોગ માટે પણ જગ્યા ફાળવી છે. શિલ્પાની આ વેનિટીની કિંમત કરોડોમાં હોવાનું ચર્ચાય છે.

કેવી છે શિલ્પાની નવી વેનિટી વેન?
શિલ્પા શેટ્ટીના ગેરેજમાં લક્ઝૂરિયસ કાર પાર્ક થયેલી છે. હવે શિલ્પાના ગેરેજમાં વેનિટી વેન પણ સામેલ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિલ્પાની વેનિટી વેનમાં કિચન, યોગા ડેક પણ છે. એક્ટ્રેસ માટે ફિટનેસ સૌથી મહત્ત્વની બાબત છે. શિલ્પા જ્યારે પણ બહાર હોય તો તે વેનિટી વેનમાં આરામથી યોગ કરી શકે છે. શિલ્પા શેટ્ટીની વેનિટી વેનમાં ડ્રેસિંગ ટેબલ, લૉન્જ એરિયા પણ છે.

શિલ્પાની વેનિટી વેનની ખાસ તસવીરો....

શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'નિકમ્મા' 17 જૂને રિલીઝ થઈ રહી છે. શિલ્પા ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'પોલીસ ફોર્સ'થી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ ઉપરાંત શિલ્પા વિવિધ ટીવી શોમાં જોવા મળતી હોય છે.