રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ:રાજ કુંદ્રાની વિરુદ્ધ 1500 પેજની ચાર્જશીટ ફાઈલ થતા શિલ્પા શેટ્ટી માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિલ્પા શેટ્ટી બુધવારે કટરા પહોંચી હતી જ્યાંથી પોલીસકર્મીઓની સાથે એક્ટ્રેસ ઘોડા પર સવાર થઈને મંદિરના દર્શન કરવા પહોંચી હતી
  • એક્ટ્રેસે કહ્યું, હું અહીં આવીને ઘણી ખુશ છું

પોર્નોગ્રાફી કેસમાં બુધવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની વિરુદ્ધ 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. રાજ કુંદ્રાની વધતી મુશ્કેલીઓની વચ્ચે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે પહોંચી ગઈ છે. અહીંથી એક્ટ્રેસની ઘણી તસવીર સામે આવી છે.

ન્યૂઝ એજન્સી ANIના અનુસાર, શિલ્પા શેટ્ટી બુધવારે કટરા પહોંચી હતી જ્યાંથી પોલીસકર્મીઓની સાથે એક્ટ્રેસ ઘોડા પર સવાર થઈને મંદિરના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન મીડિયાને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે કહ્યું, હું અહીં આવીને ઘણી ખુશ છું, દેવી-દેવતાઓના આહ્વાનને કારણે અહીં આવી છું.

રાજ કુંદ્રાની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઈ
પોર્નોગ્રાફી કેસના કારણે ધરપકડ કરવામાં આવેલા રાજ કુંદ્રાની વિરુદ્ધ બુધવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચે મેજિસ્ટ્રેટની એક કોર્ટમાં 1467 પેજની સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ થઈ છે જેમાં 43 સાક્ષીઓના નિવેદનો સામેલ છે. આ ચાર્જશીટ 4 લોકોની વિરુદ્ધ છે જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર અને પ્રદીપ બક્ષીના નામ પણ સામેલ છે.

રાજ કુંદ્રાનો સાળો યશ વોન્ટેડ
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાના સાળા યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવની શોધ ચાલુ છે જેને પોર્નોગ્રાફી કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યો છે. કેસના ચાર આરોપીઓમાંથી રાજ કુંદ્રા અને રેયાન થોરપેની ધરપકડ થઈ ગઈ છે જ્યારે યશ ઠાકુર અને પ્રદીપ બક્ષી દેશની બહાર લંડન અને સિંગાપોરમાં હોવાને કારણે ક્રાઈમ બ્રાંચ પકડી નથી શકી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે એપ્રિલમાં 9 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી ત્યારબાદ 19 ઓપ્રિલના રોજ રાજ કુંદ્રા અને રેયાન થોરપેની ધરપકડ કરવામાં આવી હતી.