તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:શેખર સુમનની માતાનું અવસાન, એક્ટર-કોમેડિયને સો. મીડિયા પર લખ્યું, ‘પોતાને અનાથ અનુભવી રહ્યો છું’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેખરની માતાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું
  • છેલ્લા ઘણા દિવસોથી તેમની સ્થિતિ ગંભીર હતી

એક્ટર અને કોમેડિયન શેખર સુમનની માતાએ દુનિયાને અલવિદા કહ્યું છે. સોશિયલ મીડિયા પર તેમણે ઈમોશનલ પોસ્ટ લખી છે. શેખરે લખ્યું કે, મારી પ્યારી મા, જેને મેં આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કર્યો, તેમનું નિધન થયું છે. હું પોતાને અનાથ અને બરબાદ અનુભવી રહ્યો છું. દરેક સમયે દરેક માટે હાજર રહેવા માટે આભાર મા. હું તમને મારા અંતિમ શ્વાસ સુધી યાદ રાખીશ. તમારી પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.

કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી હાલત ગંભીર હતી
શેખરની માતાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને છેલ્લા ઘણા દિવસોથી તેમની સ્થિતિ ગંભીર હતી. શેખરના દીકરા અધ્યયન સુમને સોશિયલ મીડિયા પર આ વાત કહી હતી. દાદીના નિધનથી ભાવુક થઈને લખ્યું, મારી પ્રેમાળ માતા શાંત થઈ ગઈ. તેઓ ઘણા સ્ટ્રોંગ હતા. છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પ્રાર્થના અને શાંતિ.

આની પહેલાં શેખરે એક પોસ્ટમાં લખ્યું હતું, ઘણા ઓછા લોકોને ખબર હશે કે હું દર બુધવારે મંદિરે જઉં છું અને ગણપતિ પાસે આશીર્વાદ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું. આ વર્ષોમાં ભગવાન દયાળુ રહ્યા, પરંતુ આજે બધાને હાથ જોડીને આજીજી કરું છું કે, મારા દાદી માટે પ્રાર્થના કરો. તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ છે.

વધુમાં સુમને લખ્યું, હું જાણું છું કે તેઓ બહાદુર છે અને સર્વાઇવર છે. પરંતુ આ કપરું અઠવાડિયું છે. મારા દાદી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ નાજુક છે. મારી ફેમિલી અને મિત્રો તેમનું ધ્યાન રાખી રહ્યા છે અને હું તેમનો આભારી છું. આપણી આજુબાજુ જે પણ પીડિત છે તે બધાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ. દરેક માટે હીલિંગ એનર્જી મોકલું છું. જે લડાઈ લડી રહ્યા છે, તેના માટે ઘણા સાહસની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...