તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંતના સન્માનમાં:શેખર સુમને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી, ‘હજુ સુધી સુશાંતને ન્યાય મળ્યો નથી આથી હું બર્થડે સેલિબ્રેટ નહિ કરું’

5 મહિનો પહેલા

આવતી કાલે એટલે કે 7 ડિસેમ્બરે શેખર સુમન 57 વર્ષના થશે, પરંતુ આ વર્ષે તેમણે જન્મદિવસને લઈને સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. તેઓ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ નહિ કરે. તેની પાછળનું કારણ સુશાંત સિંહ રાજપૂત છે. શેખર છેલ્લા ઘણા દિવસોથી સુશાંતનાં મૃત્યુની તપાસમાં કોઈ અપડેટ ના હોવાને લીધે સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

આરોપી પકડાય જાય તે જ મારી પ્રાર્થના
શેખરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘હું 7 ડિસેમ્બરે મારો બર્થડે સેલિબ્રેટ નહિ કરું. સુશાંત માટે આ છેલ્લી વસ્તુ છે જે હું કરી શકું છું. મારો એવો કોઈ મૂડ કે હરખ નથી. તેની બદલે હું પ્રાર્થના કરીશ કે, આરોપી જલ્દી પકડાય જાય અને આ કેસ બંધ થઇ જાય. સુશાંત માટે યુનાઈટેડ.’

4 દિવસ પહેલાં આવું કહ્યું હતું
શેખર સુમને 4 દિવસ પહેલાં લખ્યું હતું કે, ‘ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે સુશાંતના કેસમાં શું થઇ રહ્યું છે અને હું તેમને કહું છું કે કાશ, મારી પાસે જવાબ હોત. આશા રાખવા અને ચમત્કારની પ્રાર્થના કર્યા સિવાય બીજું શું કરી શકીએ છીએ. CBI હવે સુશાંતના આરોપીઓને અરેસ્ટ કરો.’

લોકોને જવાબ આપ્યા
આની પહેલાં શેખરે લખ્યું હતું, ન્યૂઝ પેપરમાં કોઈ અપડેટ નથી. ટીવી ચેનલોમાંથી પણ બધું ગાયબ થઇ ગયું છે. ક્યાંય કોઈ ચર્ચા નથી થઇ રહી. આપણે એકલા લડાઈ લડી રહ્યા છે. હું હવે રડારથી દૂર જઈ રહ્યો છું કારણકે હું ગુસ્સે છું કારણકે કઈ થઇ રહ્યું નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આવેલી અન્ય કમેન્ટના જવાબ પણ આપ્યા.

શેખર સુમનની વાત કરીએ તો તેમણે 1984માં રેખા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘ઉત્સવ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શશિ કપૂરે પ્રોડ્યુસ કરી હતી અને ગિનિશ કર્નાડે ડિરેક્ટ કરી હતી. તેઓ 40થી વધારે ફિલ્મ કરી ચૂક્યા છે. એ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોપ્યુલર રહ્યા. 2009માં તેમણે કોંગ્રેસ સીટ પર લોકસભા ચૂંટણી લડી પરંતુ હારી ગયા. 2014માં તેમણે ‘હાર્ટલેસ’ નામની એક ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો