સારા અલી ખાન તેની આગામી ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ પ્રમોશન દરમિયાન સારાએ રિક્ષામાં બેસવાનો આનંદ લીધો હતો. હકીકતમાં વાત એમ હતી કે, સારા તેની કારની રાહ જોઈ રહી હતી પરંતુ મોડું થવાને કારણે સારા ઓટોમાં જ ઘરે આવી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
કાર લેવા ન આવી એટલે ઓટોથી આવી : સારા
આ દરમિયાન સારા પિંક સૂટમાં જોવા મળી હતી. સારા વીડિયોમાં કહી રહી છે, 'અરે! ગાડી ન આવી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ઓટોમાં મુસાફરી કરવાનો અનુભવ કેવો રહ્યો? તો તેણે કહ્યું, 'મેં અગાઉ ઘણી વખત ઓટોમાં મુસાફરી કરી છે. આજે મારી કાર મને લેવા માટે પહોંચી ન હતી, તેથી હું ઓટો દ્વારા ઘરે પહોંચી હતી.'
ફેન્સે સારાની સાદગીના વખાણ કર્યા
સારાને ઓટોમાં મુસાફરી કરતી જોઈને સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો સારાની સાદગીના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર એક યુઝરે લખ્યું, 'મને તેની સાદગી જોઈને ગમ્યું.' તે જ સમયે, એક યુઝરે લખ્યું, 'સારા ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ લાગે છે.'
તો કેટલાક લોકોએ તેને ઓવરએક્ટિંગ ગણાવી હતી. એક યુઝરે વીડિયો પર લખ્યું, અનલિમિટેડ ઓવરએક્ટિંગ.
'ઝરા હટકે ઝરા બચકે' 2 જૂને રિલીઝ થશે
વિકી કૌશલ અને સારા અલી ખાનની આગામી ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'નું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાકેશ બેદી, શારીબ હાશ્મી અને નીરજ સૂદ પણ જોવા મળશે. આ ફિલ્મ 2 જૂને મોટા પડદા પર રિલીઝ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.