શત્રુધ્ન સિંહાએ KRKનો સપોર્ટ કર્યો:કહ્યું- 'તે ષડયંત્રનો ભોગ બન્યો છે, આશા છે કે તેને જલ્દીથી ન્યાય મળશે'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્ટર તથા પોલિટિશિયન શત્રુધ્ન સિંહાએ ફિલ્મ ક્રિટિક કમાલ રાશિદ ખાનનું સમર્થન કર્યું છે. શત્રુધ્ન સિંહાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને KRK ષડયંત્રનો ભોગ બન્યો હોવાનું કહ્યું હતું. આ સાથે જ એક્ટરે કહ્યું હતું કે આશા છે કે KRKને ન્યાય મળશે. કમાલ રાશિદ ખાન હાલમાં 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

શત્રુધ્ન સિંહાએ સપોર્ટ કર્યો
શત્રુધ્ન સિંહાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કોઈએ એ વાત ના ભૂલવી જોઈએ કે કમાલ રાશિદ ખાન એક સેલ્ફ મેડ વ્યક્તિ છે. સંઘર્ષ તથા વિરોધની વચ્ચે તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે. તેની પર ભગવાનની કૃપા છે. ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેણે સમાજમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે.'

KRK પોતાની વાત બેફામ રીતે કહે છે
શત્રુધ્ને કમાલ ખાનના વખાણ કરતાં કહ્યું હતું, 'તે આત્મવિશ્વાસથી સભર છે. તે કોઈનાથી ડરતો નથી. તેને બંધારણ પ્રમાણે પોતાના વિચાર રજૂ કરવાનો પૂરો અધિકાર છે. પછી ભલે તે કોઈને ના ગમે. તે પોતાની મનની વાત કહેવામાં સહેજ પણ અચકાતો નથી. તે ષડયંત્રનો ભોગ બન્યો છે. ભગવાન તેને આશીર્વાદ આપે. હું ભગવાનને પ્રાર્થના કરું છું અને મને આશા છે કે KRKને ન્યાય મળશે. જેટલો જલ્દી ન્યાય મળે, તેટલું સારું થશે. જય હિંદ'

14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં
KRKની 30 ઓગસ્ટના રોજ મુંબઈ એરપોર્ટથી મલાડ પોલીસે ધરપકડ કરી હતી. KRKને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...