તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાની વાત:બિહારમાં દીકરા લવની હાર પર બોલ્યા શત્રુઘ્ન સિન્હા- હું મારા બાળકોની જિંદગી અને કરિયરમાં દખલગિરી નથી કરતો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ સિન્હા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા છે. તે હારમાંથી બહાર આવવું તેની સાથે તેના પિતા શત્રુઘ્ન માટે પણ સરળ નથી. જોકે તેમ છતાં શત્રુઘ્ને કહ્યું કે તેને દીકરા પર ગર્વ છે. દીકરા માટે પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે તેનો પોતાનો નિર્ણય હતો અને તે તેમાં કઈ કરી શકતા ન હતા.

પોલિટિક્સ અને લવનું ભવિષ્ય શત્રુઘ્ન સિંહે લવને રાજનીતિમાં ભવિષ્ય બનાવવા અને તેને માર્ગદર્શન આપવા વિશે કહ્યું- હું હંમેશાં મારા ત્રણેય બાળકોની સાથે છું. જ્યારે પણ લવને મારા માર્ગદર્શનની જરૂર પડશે, તેને બસ એક જ વાર કહેવાનું રહેશે. બાકી હું ક્યારેય મારા બાળકોની જિંદગી અને કરિયરમાં હસ્તક્ષેપ નથી કરતો. આટલું જ નહીં મારી દીકરી સોનાક્ષીને પણ હું કોઈ વાર પૂછ્યા વગર સલાહ નથી આપતો. જો કોઈ પ્રોજેક્ટ પર મારી સલાહ માગે છે તો આપું છું.

અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ સાથે ભત્રીજી રહી શત્રુઘ્નના મોટા ભાઈ ડો. લખન સિંહની દીકરી પ્રીતા વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું મને સોનાક્ષીની જેમ પ્રીતા પર પણ ગર્વ છે. બંનેએ પોતાના માતાપિતાની મદદ વગર પોતાનો માર્ગ બનાવ્યો છે. પ્રીતાએ કમલા હેરિસ સાથે અમેરિકા ઈલેક્શનમાં કામ કર્યું છે. મને આ જણાવીને ગર્વ થાય છે કે કમલા હેરિસની જીતનો એક નાનો હિસ્સો રહી. મને લાગે છે હજુ પણ યંગ લોકોએ પોલિટિક્સમાં આવવું જોઈએ. તેજસ્વી, ચિરાગ, મારો દીકરો લવ અને પ્રીતા રાજનીતિનું ભવિષ્ય છે.

જોશ સાથે હોશ જરૂરી- શત્રુઘ્ન ત્યારબાદ તેમણે રાજનીતિનું ભવિષ્ય યુવાનોના ખભે છે, આ સ્ટેટમેન્ટ પર કહ્યું કે, હું એમ નથી કહેતો કે ઉંમરવાળા નેતાઓએ રિટાયર થઇ જવું જોઈએ. પણ જ્ઞાન અને અનુભવનો અવાજ રાજકારણ માટે અમૂલ્ય છે. મેં હંમેશાં મારા સિનિયર્સ, ગુરુ એલકે અડવાણી અને અટલ બિહારી વાજપેયીનું માર્ગદર્શન લીધું. મને આશા છે કે યુવા બ્રિગેડ પોતાની આસપાસના જ્ઞાનનો ઉપયોગ કરશે. જોશ સાથે તેમને હોશની પણ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો