મોનોલોગ પર વિવાદ:વીર દાસના સપોર્ટમાં આવ્યા શશિ થરૂર અને કપિલ સિબ્બલ, અશોક પંડિતે કહ્યું- 'મને આ છોકરામાં આતંકવાદી દેખાય છે'

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમેડિયન હોય કે દેશનો કોઈ નાગરિક હોય, કોઈને પણ એ અધિકાર નથી કે તે પોતાના દેશની મજાક ઉડાવે- રાજુ શ્રીવાસ્તવ

'ગો ગોવા ગોન', 'હંસમુખ' અને 'ડેલી બેલી' જેવી ફિલ્મોમાં જોવા મળેલો એક્ટર વીર દાસ પોતાના એક મોનોલોગને લઈને વિવાદોમાં ફસાઈ ગયો છે. વિદેશમાં એક સ્ટેન્ડઅપ કોમેડી શો દરમિયાન વીરે ભારત પર લખેલી એક કવિતા સંભળાવી હતી, જેમાં તેને કહ્યું છે કે ભારતીય પુરુષ દિવસમાં મહિલાઓની પૂજા કરે છે અને રાત્રે તેમને બળાત્કાર કરે છે. આ મામલો સામે આવ્યા બાદ એક તરફ કોંગ્રેસ નેતા તેનો સપોર્ટ કરી રહ્યા છે તો બીજી તરફ રાજુ શ્રીવાસ્તવ અને અશોક પંડિત જેવા ઘણા લોકો દેશનું અપમાન કરવા પર તેની આકરી ટિકા કરી રહ્યા છે.

રાજુએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને કહ્યું, કોમેડિયન હોય કે દેશનો કોઈ નાગરિક હોય, કોઈને પણ એ અધિકાર નથી કે તે પોતાના દેશની મજાક ઉડાવે. વિદેશની ધરતી પર ભારતની મજાક ઉડાવવી યોગ્ય નથી.

મુશ્કેલી હોય તો પહેલા દેશમાં અવાજ ઉઠાવો - રાજુ
વીડિયોમાં રાજુએ આગળ કહ્યું કે, થઈ શકે છે કે વીર દાસની પાસે કેટલાક પોઈન્ટ્સ હોય, કરપ્શનની વિરુદ્ધ કંઈક હોય, જેમાં તે ફેરફાર ઈચ્છે છે અથવા સુધારો ઈચ્છે છે. તો સૌથી પહેલા અહીં મીડિયાને લખો, સરકારને લખો. જો તે જાગૃત નાગરિક છે, વધારે જાગૃત છે તો અહીંની સમસ્યાને લઈને સૌથી પહેલા અહીં ઉઠાવવો જોઈએ. વિદેશમાં તમે ભારતની સમસ્યા કહો તો એ લોકો તેનો ઉકેલ નહીં લાવે. વિદેશ જાવ, ક્યાંય પણ જાવ, ત્યાં તમારા દેશને ઉપર રાખો, દેશ સર્વોપરી છે.

વીર દાસ અત્યારે અમેરિકામાં છે. તાજેતરમાં, તેણે તેની યુટ્યુબ ચેનલ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ' નામનો વિડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં વીર દાસ ભારત પર એક કવિતા કહેતો સંભળાય છે.

બે પક્ષોમાં લોકો વિભાજિત થયા
વીડિયો સામે આવતા જ બોમ્બે હાઈ કોર્ટના એડવોકેટ આશુતોષ જે દુબેએ કોમેડિયનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ બે પક્ષો વિભાજિત થઈ ગયા છે. એક તરફ શશિ થરૂર, કપિલ સિબ્બલ જેવા ઘણા લોકો વીર દાસના સમર્થનમાં આગળ આવ્યા છે, તો બીજી તરફ અશોક પંડિતે એક્ટરને આતંકવાદી ગણાવ્યો છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ સોશિયલ મીડિયા પર વીરની આકરી નિંદા કરી છે.

જુઓ ટ્વીટ-

કોમેડિયને ખુલાસો આપ્યો
વીર દાસે પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી અને લખ્યું કે, ‘તેનો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તેનો ઈરાદો એ યાદ અપાવવાનો હતો કે દેશ તેના તમામ મુદ્દાઓ પછી પણ 'મહાન' છે. તેને કહ્યું કે, એક જ વિષય વિશે બે અલગ અલગ વિચારો ધરાવતા લોકો વિશે વીડિયોમાં વાત કરવામાં આવી છે અને તે કોઈ પ્રકારનું રહસ્ય નથી, જે લોકો જાણતા નથી. વીર દાસે આગળ જણાવ્યું કે, લોકો ભારતને એક આશાની નજરે જુએ છે. લોકો ભારત માટે તાળીઓ પાડે છે, સન્માન આપે છે અને મને મારા દેશ પર ગર્વ છે. હું આ ગૌરવ સાથે જીવું છું.’ વીર દાસે એવું પણ કહ્યું કે લોકો તે વીડિયોમાંથી ટુકડા કાપીને ફોરવર્ડ કરી રહ્યા છે, તેનાથી મૂર્ખ ન બનશો. છ મિનિટનો આખો વીડિયો જોજો. એણે લખ્યું કે, ‘ઓડિયન્સ તરીકે હું તમને પણ એ જ અપીલ કરું છું કે ઉજળી બાજુ પર ફોકસ કરો, આપણી મહાનતાને યાદ રાખો, અને પ્રેમ ફેલાવો.’

અન્ય સમાચારો પણ છે...