બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા મધ્યપ્રદેશના મહૂમાં આવી હતી. એક્ટ્રેસે સો.મીડિયામાં પોતાના નાનપણની યાદો તાજી કરીને એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અનુષ્કા પોતાના નાનપણનું ઘર, મહૂ આર્મી કેન્ટ, આર્મી પબ્લિક સ્કૂલ તથા સ્વિમિંગ પૂલ બતાવે છે.
વીડિયોમાં નાનપણની યાદગાર ક્ષણો શૅર કરી
અનુષ્કા શર્માએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેનું નાનપણ મહૂમાં પસાર થયું છે. વીડિયોમાં અનુષ્કા પોતાના નાનપણના ઘરનો રસ્તો બતાવે છે. આ સાથે જ એક્ટ્રેસ નાનપણના મિત્રના ઘર તરફ પણ ઈશારો કરે છે.
'અહીંયા પહેલીવાર તરતા ને સ્કૂટર ચલાવતા શીખી'
અનુષ્કાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે મહૂમાં તેણે પહેલી જ વાર તરતા શીખી હતી. મહૂની ગલીમાં પપ્પાએ પહેલી જ વાર સ્કૂટર ચલાવતા શીખવ્યું હતું. આ જ ગલીમાં બર્થડે પર ભાઈએ વીડિયો ગેમ માગી હતી અને તે રમત હતો. અહીંયા જ મોટી થઈ અને તેના દિલમાં હંમેશાં આ જગ્યા ખાસ રહેશે.
સેલેબ્સે કમેન્ટ્સ કરી
અનુષ્કાના આ વીડિયો પર ચાહકો ને સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. એક્ટ્રેસ ગુલ પનાગે કહ્યું હતું કે ઓહ માય ગોડ. મારે મહૂ જવું જ પડશે.
ઉજ્જૈનમાં ભસ્મ આરતી કરી
મહૂ જતા પહેલાં અનુષ્કા-વિરાટ ઉજ્જૈના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. અહીંયા બંનેએ સવારે ચાર વાગ્યે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃતનો અભિષેક કર્યો હતો. વિરાટ-અનુષ્કા દોઢ કલાક નંદી હૉલમાં બેઠાં હતાં.
અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ
અનુષ્કા શર્મા છેલ્લે 'ઝીરો'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન તથા કેટરીના કૈફ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બાયોપિક 'ચકદા એક્સપ્રેસ'માં કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.