કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલમાં તૈમુર અને જેહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવાં મળ્યાં હતાં. કરીના અને સૈફ પોતાના બાળકો સાથે આફ્રિકામાં વેકેશન મનાવીને પરત ફર્યા હતા. એરપોર્ટ પર કરીના અને તૈમૂર સફેદ ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને ગ્રે જેકેટમાં હતા તો સૈફ બ્લુ શર્ટ, પેન્ટ અને જેકેટમાં હતો.
થોડાં સમય પહેલાં કરીનાની '3 ઇડિયટ્સ'ના લુકની તસવીરો વાઇરલ થઈ હતી
થોડાં દિવસ પહેલાં સો.મીડિયામાં કરિનાની તસવીરો વિધુ વિનોદ ચોપરા ફિલ્મે શૅર કરી હતી. આ ફિલ્મમાં કરીના કપૂરના લુક ટેસ્ટની અલગ અલગ ઝલક જોવા મળે છે. આ તસવીરમાં કરીના ગ્રીન રંગના કુર્તામાં જોવા મળે છે અને તે પોનીટેલમાં હોય છે. અન્ય એક તસવીરમાં કરીના પર્પલ સાડીમાં મહારાષ્ટ્રિયન લુકમાં હતી. ત્રીજી તસવીરમાં તે સ્ટૂડન્ટ તરીકે હતી. તેણે પિંક ટોપમાં હતી. છેલ્લી તસવીરમાં કરીના હેરકટ ને હેલમેટ સાથે જોવા મળે છે.
ચાહકોએ 'પીકે' માટે અનુષ્કાનો લુક આ તસવીરો પરથી લેવામાં આવ્યો
સો.મીડિયામાં આ તસવીરો વાઇરલ થતાં ઘણાં યુઝર્સે કહ્યું હતું કે કરીનાની ત્રીજી ને ચોથી તસવીરમાંથી પ્રેરિત થઈને 'પીકે' માટે અનુષ્કાનો લુક તૈયાર કરવામાં આવ્યો હતો.
2009માં ફિલ્મ રિલીઝ થઈ
રાજકુમાર હિરાનીની '3 ઇડિયટ્સ' 2009માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આમિર ખાન, શરમન જોષી, માધવન, કરીના કપૂર, બમન ઈરાની, મોના સિંહ લીડ રોલમાં હતા. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડની કમાણી કરી હતી.
કરીના કપૂર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ
ટૂંક સમયમાં કરીના સુજોય ઘોષની ફિલ્મ 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ', 'ધ ક્રૂ''માં જોવા મળશે. આ પહેલા કરીના કપૂર આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. કરીના ટૂંક સમયમાં જ ફિલ્મ 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' દ્વારા ઓટીટી ડેબ્યૂ કરશે. જ્યારે સૈફ અલી ખાન છેલ્લે રિતિક રોશન અને રાધિકા આપ્ટે સાથે ફિલ્મ 'વિક્રમ વેધા'માં જોવા મળ્યો હતો. હવે સૈફ પ્રભાસ અને કૃતિ સેનન સાથે 'આદિપુરુષ'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.