હાલમાં જ ગૌહર ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે, માતા બન્યા બાદ તેણે માત્ર 10 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું છે. તેણે વજન ઘટાડ્યા બાદ પોતાનો ફોટો પણ શેર કર્યો છે. 10 મેના રોજ ગૌહર ખાને પુત્રને જન્મ આપ્યો હતો.
ડિલિવરી પછી 10 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યુંઃ ગૌહર
ફોટો શેર કરતા તેણે લખ્યું, 'ડિલિવરી પછી 10 દિવસમાં મેં 10 કિલો વજન ઘટાડ્યું છે'. જો કે, તેણે તેની વજન ઘટાડવાની મુસાફરી વિશે કંઈપણ જાહેર કર્યું નથી. તેણે ફોટોની સાથે એવું પણ લખ્યું છે કે તેનો ટાર્ગેટ હજી પૂરો થયો નથી અને તેણે 6 કિલો વધુ વજન ઘટાડવું પડશે. આ ફોટોમાં ગૌહર સિમ્પલ પાયજામા અને ટી-શર્ટમાં જોવા મળી રહી છે.
મધર્સ ડે પર પુત્ર સાથેનો ફોટો શેર કર્યો
આ પહેલા 15 મેના રોજ ગૌહર ખાને પોતાના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો હતો. તેણે ફોટો સાથે લખ્યું, 'રાતના 12 વાગ્યા છે. નવી માતા તરીકે આ મારો પહેલો મધર્સ ડે છે. મારી પાસે મધર્સ ડેની તૈયારી કરવાનો પણ સમય નહોતો. હું તમારા બધાની આભારી છું કે તમે મારા માટે ખૂબ પ્રાર્થના કરી'.
મારી માતાએ મને મધર્સ ડે પર શુભેચ્છા પાઠવી: ગૌહર
તેણે આગળ લખ્યું, 'મારા માટે સૌથી મોટો આશીર્વાદ એ છે કે, હું મારાં બાળકને મારા ખોળામાં લઈ શકું. દર વર્ષે મધર્સ ડે પર હું મારી માતા માટે એક પોસ્ટ શેર કરતી હતી. પરંતુ, આ વર્ષ મારા માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે મારી માતાએ મને મધર્સ ડે પર શુભેચ્છા પાઠવી'.
ગૌહરે 25 ડિસેમ્બર, 2020ના રોજ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા
25 ડિસેમ્બર 2020 ના રોજ, ગૌહર અને ઝૈદે મુંબઈની ITC ગ્રાન્ડ મરાઠા હોટેલમાં લગ્ન કર્યા. ગૌહર અને ઝૈદ વચ્ચે 12 વર્ષના તફાવતને કારણે આ લગ્ન તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. કપલની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નહોતી.
ઝૈદે સૌપ્રથમ ગૌહરને ગ્રોસરીની દુકાનમાં જોઈ હતી, ત્યારબાદ તેણે ગૌહરને મેસેજ કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને વચ્ચેના સંબંધોની શરૂઆત મિત્રતાથી થઈ હતી, લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.