સોનમ કપૂરને યાદ આવી ગયો જૂનો સમય:પતિ સાથે તસવીર શેર કરીને કહ્યું કે, હવે રાહ નથી જોઈ શકતી..., ફેન્સે કર્યા વખાણ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનમ કપૂરે 20 ઓગસ્ટના રોજ દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. જે બાદ કપૂર અને આહુજા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. હાલમાં જ સોનમ કપૂરે એક તસવીર શેર કરી છે, જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે, સોનમની સાથે આનંદ પણ જોવા મળી રહ્યો છે.

હાલમાં શેર કરવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે સોનમે સ્વેટર પહેર્યું છે આ સાથે જ તેમને લોંગ સ્કર્ટ, નેકલેસ સાથે લુકને પૂર્ણ કર્યો છે. સોનમની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તો સોનમ સાથે આ તસવીરમાં આનંદ પણ બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે, બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીર શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે, અમારી સગાઈ પછી તરત જ... જીવન સારું થઈ ગયું. ડ્રેસ અપ કરવા અને ફરીથી ડેટ પર જવા માટે રહા નથી જોઈ શકતી.

એક ફેન્સે કમેન્ટ કરીને કહ્યું હતું કે, શું વાત છે, તમે એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો, જ્યારે બીજા ફેને કહ્યું, મેમ, તમે દીકરાની તસવીર ક્યારે શેર કરશો. સોનમ કપૂરની આ તસવીર પર તેના પતિ આનંદ આહુજાએ પણ કમેન્ટ કરી હતી.આ કોમેન્ટમાં આનંદે લખ્યું, 'મેં તારા પેરેન્ટ સાથે વાત કરી હતી, તે પછી તરત પછીની જ તસ્વીર છે ને બહુ જ ક્યૂટ લાગી રહી છો.'

અત્રે ઉલ્લેખનીય છે કે, સોનમે હજુ સુધી પોતાના દીકરાની તસવીર શેર કરી નથી.

માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ કપૂરે આ વર્ષે માર્ચ મહિનામાં ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. સોનમ કપૂરે પણ બેબી બમ્પ ફ્લૉન્ટ કરીને ફોટોશૂટ કરાવ્યું હતું સોનમ કપૂરે માર્ચ મહિનામાં બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરીશું, બે હૃદય. જે તારા દરેક પગલા પર એક સૂરમાં ધડકશે. પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી.'