બોલિવૂડ ફિલ્મમેકર તથા પ્રોડ્યૂસર કરન જોહરે નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મથી સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું નામ 'બેધડક' છે.
ફિલ્મને શશાંક ખૈતાન ડિરેક્ટ કરશે
'બેધડક'ને ડિરેક્ટર શશાંક ખૈતાન ડિરેક્ટ કરશે. ફિલ્મમાં શનાયા ઉપરાંત લક્ષ્ય તથા ગુરફતેહ સિંહ પિરઝાદા પણ છે. ફિલ્મમાં શનાયા નિમ્રતનો રોલ પ્લે કરશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્યને આ પહેલાં કરન જોહરે ફિલ્મ 'દોસ્તાના 2'માં લીધો હતો
કોણ છે લક્ષ્ય?
લક્ષ્યે ટીવીથી પોતાની કરિયરની શરૂઆત કરી છે. તેણે કેટલીક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. તેનું પૂરું નામ લક્ષ્ય લાલવાણી છે. તેને MTVના શો ‘વોરિયર હાઈ’થી લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત તેણે ‘પરદેશ મૈં હૈં મેરા દિલ’, ‘અધૂરી કહાની હમારી’ તથા ‘પોરસ’માં કામ કર્યું છે. તેણે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘હસીના પારકર’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. લક્ષ્યે ધર્મા પ્રોડક્શન સાથે ચાર ફિલ્મ્સનો કોન્ટ્રાક્ટ કર્યો છે.
ગુરફતેહ સિંહ પિરઝાદા કોણ છે?
પંજાબી પરિવારમાં જન્મેલો ગુરફતેહે 17 વર્ષની ઉંમરથી મોડલિંગ કરિયર શરૂ કરી હતી. 2017માં શોર્ટ ફિલ્મ 'બેવજહ'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. 2020માં નેટફ્લિક્સની ફિલ્મ 'ગિલ્ટી'માં કિઆરા અડવાણી તથા આકાંક્ષા રંજન સાથે જોવા મળ્યો હતો. ગુરફતેહની બહેન મેહરિન કૌર પિરઝાદા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ તથા મોડલ છે.
નોંધનીય છે કે કરન જોહરે આ પહેલાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાહન્વી કપૂર, ઈશાન ખટ્ટર, અનન્યા પાંડે, તારા સુતરિયાને બોલિવૂડમાં લૉન્ચ કર્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.