સ્ટારકિડ્સનો જલવો:પાર્ટીમાં શનાયા કપૂર એકદમ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી, જાહન્વી-અનન્યા પાંડે સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં અનેક સેલેબ્સ હાજર રહ્યાં

કરન જોહરે 50મા બર્થડે પર ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ તો આવ્યા હતા, પરંતુ સ્ટારકિડ્સ પોતાની આગવી અદામાં જોવા મળ્યા હતા. પાર્ટીમાં સ્ટારકિડ્સ લાઇમલાઇટમાં રહ્યા હતા. સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલ્ડ લુકમાં જોવા મળી હતી.

સ્ટાર કિડ્સ સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યા
કરન જોહરની પાર્ટીમાં એક્ટ્રેસિસ ગ્લેમરસ અદામાં જોવા મળી હતી. જોકે, બધાની નજર માત્રને માત્ર શનાયા કપૂર પર જ હતી. શનાયા કપૂરે બ્લેક ગાઉન પહેર્યું હતું અને ગાઉનમાં દરેક જગ્યાએ કટ હતો. શનાયાએ હેરસ્ટાઇલ, ડ્રેસ તથા કાતિલ અદાથી તમામના મન મોહી લીધા હતા.

જાહન્વી, અનન્યા, નવ્યા પણ આવ્યાં
ડિરેક્ટર બોની કપૂરની દીકરી જાહન્વી કપૂર પિંક થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં આવી હતી. એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ગાઉનમાં હતી. અનન્યાએ હોલિવૂડ એક્ટ્રેસ કેન્ડલ જેનરનો ડ્રેસ કૉપી કર્યો હતો. અમિતાભની દૌહિત્રી નવ્યા નવેલી વ્હાઇટ આઉટફિટમાં હતી. અનન્યા તથા નવ્યાએ સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યાં હતાં.

સારા અલી ખાન ભાઈ સાથે આવી
બોલિવૂડ એક્ટ્રેસ તથા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે આવી હતી. ભાઈ-બહેને બ્લેક આઉટફિટ પહેર્યાં હતાં.

આર્યન ખાને પોઝ ના આપ્યો
શાહરુખ-ગૌરીનો દીકરો આર્યન ખાન પણ પાર્ટીમાં આવ્યો હતો. જોકે, આર્યન ખાને રેડ કાર્પેટ પર પોઝ આપ્યા નહોતાં અને તે તરત જ અંદર જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...