શનાયા કપૂર ટ્રોલ થઇ:એક્ટિંગ ડેબ્યુ પછી શનાયા કપૂરની સરખામણી અનન્યા પાંડે સાથે થઈ, ટ્રોલર્સે કહ્યું, ‘એડમાં આટલી ઓવરએક્ટિંગ! ભગવાન બચાવે આની ફિલ્મોથી’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરણ જોહરે શનાયાની એડ શૅર કરીને તેના વખાણ કર્યા
  • યુઝરે કરણ માટે કમેન્ટ કરતા લખ્યું, ‘પ્લીઝ કોઈ સારું ટેલેન્ટ પ્રમોટ કરો’

બોલિવૂડ એક્ટર સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મમેકર કરણ જોહર ધર્મા પ્રોડક્શનની ફિલ્મથી લોન્ચ કરવાનો છે. જો કે, તેની ફિલ્મ આવે તે પહેલાં જ એક કમર્શિયલ એડમાં દેખાઈ છે. કરણ જોહરે અનન્યાની એડ શૅર કરીને ભરપૂર વખાણ કર્યા, જો કે ઘણા યુઝર્સને શનાયાની એક્ટિંગ ઓવરએક્ટિંગ લાગી અને તેની સરખામણી અનન્યા પાંડે સાથે કરી.

કરણ જોહરે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એડનો વીડિયો શેર કરીને લખ્યું, ઓહ માય ગોડ શનાયા કપૂર, તારા વાળ સુંદર લાગી રહ્યા છે. પણ શું તે સ્પગેટી આની પહેલાં પણ ક્યારેય જોઈ છે?

‘આ અનન્યા પાંડે જેવી કેમ છે?’
એડ વીડિયો જોયા પછી સંજય કપૂર, સીમા ખાન અને અન્ય સેલેબ્સ શનાયાના વખાણ કરી રહ્યા છે પણ ઘણા યુઝર્સે શનાયાને ઓવરએક્ટિંગ કરવા પર ટ્રોલ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, આ બધા કેમ એક જેવા સાઉન્ડ કરે છે? અન્ય યુઝરે લખ્યું, આ અનન્યા પાંડે જેવી કેમ છે? બીજા યુઝરે લખ્યું, આને તો ડેબ્યુ પહેલાં જ એડ મળી ગઈ.

એક યુઝરે કરણ માટે કમેન્ટ કરતા લખ્યું, પ્લીઝ કોઈ સારું ટેલેન્ટ પ્રમોટ કરો. આ છોકરીઓ ખૂબ ખરાબ એક્ટ્રેસ છે. બીજા યુઝરે લખ્યું, આ બધા માટે કરણ જોહર ગોડફાધર બની ગયો છે.

કરણની ફિલ્મથી બોલવૂડમાં ડેબ્યુ કરશે
માર્ચ મહિનામાં કરણ તેની ધર્મા કોર્નરસ્ટોન ટેલેન્ટ એજન્સીથી શનાયા કપૂરને બોલિવૂડમાં લોન્ચ કરશે. કરણે લખ્યું હતું, ‘અમારા પરિવારમાં વધુ એક મેમ્બર જોડાઈ ગઈ છે. DCA સ્કવૉડમાં શનાયા તારું સ્વાગત છે.’

ઉલ્લેખનીય છે કે, શનાયા કપૂર, અનન્યા પાંડેની બેસ્ટફ્રેન્ડ છે. વર્ષ 2019માં કરણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં અનન્યાને લોન્ચ કરી હતી. એક્ટિંગ પહેલાં શનાયાએ તેની કઝિન જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.