પોર્નોગ્રાફી કેસ:રાજ કુંદ્રા ને શિલ્પા ઉઠાવે છે શમિતા શેટ્ટીનો પૂરો ખર્ચ? જીજાજી જેલમાં છે ને એક્ટ્રેસ સલૂનમાં જતાં ટ્રોલ થઈ

મુંબઈ4 મહિનો પહેલા
  • શમિતા શેટ્ટીએ હાલમાં જ શિલ્પાની સો.મીડિયામાં પોસ્ટ કમેન્ટ કરી હતી.
  • શમિતાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરીને બહેન-જીજાજીને હિંમત આપી હતી.

રાજ કુંદ્રાની ધરપકડ બાદથી જ શિલ્પા શેટ્ટી તથા શમિતા શેટ્ટી ચર્ચામાં છે. પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની સાથે શિલ્પા શેટ્ટીની પણ તપાસ કરવામાં આવી રહી છે. સો.મીડિયામાં શમિતા શેટ્ટીને ઘણી જ ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં જ શમિતા શેટ્ટી જૂહુ સ્થિત સલૂનમાં ગઈ હતી. શમિતાનો આ વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે તેને ઘણી જ ટ્રોલ કરી હતી. આટલું જ નહીં યુઝર્સે એવું પણ કહ્યું હતું કે રાજ કુંદ્રા જ પોતાની સાળીનો તમામ ખર્ચ ઉઠાવે છે.

સલૂનમાં જતી શમિતા શેટ્ટી
સલૂનમાં જતી શમિતા શેટ્ટી

શમિતા મુશ્કેલ સમયમાં બહેનની સાથે છે
રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શમિતા શેટ્ટી મોટી બહેન શિલ્પાના સપોર્ટમાં છે. હાલમાં જ શમિતા શેટ્ટી સલૂનમાં ગઈ હતી. આ વીડિયો વાઇરલ થયો હતો. લોકોએ સવાલ કર્યો હતો કે શમિતા શેટ્ટીએ કંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે તેનો તમામ ખર્ચ તો રાજ કુંદ્રા ઉઠાવે છે.

યુઝર્સે આ રીતે શમિતાને ટ્રોલ કરી હતી.
યુઝર્સે આ રીતે શમિતાને ટ્રોલ કરી હતી.

સલૂનનો વીડિયો વાઇરલ થયો તો યુઝર્સે ટ્રોલ કરી
એક યુઝરે કહ્યું હતું કે જીજુના પૈસાથી એશ કરે છે અને આજે જીજુ જેલમાં છે અને સાળી પાર્લરમાં. અન્ય એકે કહ્યું હતું કે આ લોકોને કોઈ ફરક પડતો નથી. જીજુ જેલમાં છે અને તેને લોન્ચ કરવાનો હતો. એક યુઝરે એવું કહ્યું હતું કે આટલું બધું થયા બાદ પણ સલનુ રિયલી...તો વળી અન્ય એકે એમ કહ્યું હતું કે સ્ટાઇલમાં રહેવાનું જ. અન્યે કમેન્ટ કરી હતી કે કંપનીનું કામ તો ચાલતું રહેશે અંદર હોય કે બહાર.

ગેહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે રાજ પોતાની નવી એપ પર શમિતાને લોન્ચ કરવાનો હતો.
ગેહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે રાજ પોતાની નવી એપ પર શમિતાને લોન્ચ કરવાનો હતો.

શમિતાએ કહ્યું, હું મારો ખર્ચ જાતે ઉઠાવે છું
બોમ્બે ટાઇમ્સ સાથેની વાતચીતમાં શમિતાએ કહ્યું હતું, 'હું એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું મારો ખર્ચ તથા મારું ધ્યાન જાતે જ રાખું છું. જ્યારે પણ મારી તુલના શિલ્પા સાથે કરવામાં આવે છે, તો મને ખરાબ નથી લાગતું. હું હંમેશાં મારી બહેન જેવી બનવા માગતી હતી. જોકે, તેને એ વાતની નવાઈ લાગે છે કે લોકો કેવી રીતે કહી શકે કે બે લોકોના જીવનમાં એક જેવી સફળતા કેવી રીતે હોય.'

શિલ્પા શેટ્ટીની પોસ્ટ પર શમિતાની કમેન્ટ
શિલ્પા શેટ્ટીની પોસ્ટ પર શમિતાની કમેન્ટ

શમિતાએ બહેનને કહ્યું, સારા-ખરાબ સમયમાં સાથે છું
હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પતિની પોર્નોગ્રાફીમાં ધરપકડ થઈ પછી પહેલી જ વાર સો.મીડિયામાં સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ પોસ્ટ પર શમિતાએ કહ્યું હતું, 'આઇ લવ યુ માય મુંકી. હું સારા તથા ખરાબ બંને સમયમાં તારી સાથે છું.' આર માધવને પણ શિલ્પાનો સપોર્ટ કરતા કહ્યું હતું, હું જેટલા લોકોને પણ ઓળખું છું, તેમાંથી તમે સૌથી સ્ટ્રોંગ વ્યક્તિમાંથી એક છો. મને વિશ્વાસ છે કે તમે આ પડકારને ગરિમા સાથે પાર કરશો. અમારી દુઆ તમારી સાથે છે. શમિતા-માધવન ઉપરાંત વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડિઝ, દિયા મિર્ઝા, ફરાહ ખાન, રકુલ પ્રીત સિંહ, હંસલ મહેતા, રિચા ચઢ્ઢા સહિતના સેલેબ્સે શિલ્પાનો સપોર્ટ કર્યો હતો.

થોડાં સમય પહેલાં શમિતાએ બહેનને હિંમત આપતી પોસ્ટ શૅર કરી હતી
શમિતાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'ક્યારેક ક્યારેક તમારી અંદરની તાકત કોઈ આગની જ્વાળાની જેમ હોતી નથી, કે જે તમામને દેખાય. આ માત્ર એક નાનકડી ચિનગારી હોય છે અને તે ચમકતી દેખાય છે. બસ ચાલતા રહો.'

વધુમાં શમિતાએ કહ્યું હતું, 'તમારી એનર્જીને લોકો કઈ રીતે લઈ રહ્યા છે, તે તમારા કંટ્રોલની વાત નથી. તમે જે પણ કંઈ કરો છો અથવા કહો છો, તે ક્ષણમાં તે જે પણ વ્યક્તિગત મુશ્કેલીમાંથી પસાર થયા છે, લોકો તેને પોતાના અંગત લેન્સથી જોઈને ફિલ્ટર કરે છે, જે તમારા વિશે હોતું નથી. બસ તમે તમારા કામને જેટલું થઈ શકે તેટલી ઈમાનદારી તથા પ્રેમથી કરતા રહો.'