રાજ-શિલ્પાને સપોર્ટ:બહેન-જીજાજીની મુશ્કેલ ઘડીમાં શમિતા શેટ્ટીએ હિંમત વધારી, કહ્યું- 'આ તો બસ નાનકડી ચિનગારી છે'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શમિતા શેટ્ટીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
  • રતન જૈને શિલ્પા શેટ્ટી અંગે કહ્યું કે તે આવું ક્યારેય કરી શકે નહીં

રાજ કુંદ્રા પોર્ન કેસમાં રોજ કંઈકને કંઈ નવું આવી રહ્યું છે. પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા રાજને કારણે શિલ્પા શેટ્ટીના જીવન પર પણ નેગેટિવ અસર પડી રહી છે. રાજ વિરુદ્ધ અનેક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. હવે શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતાએ મોટી બહેનનો સપોર્ટ કર્યો હતો. તેણે શિલ્પા તથા રાજ અંગે એક સ્પેશિયલ નોટ સો.મીડિયામાં શૅર કરી હતી.

શું છે આ પોસ્ટમાં?
શમિતાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'ક્યારેક ક્યારેક તમારી અંદરની તાકત કોઈ આગની જ્વાળાની જેમ હોતી નથી, કે જે તમામને દેખાય. આ માત્ર એક નાનકડી ચિનગારી હોય છે અને તે ચમકતી દેખાય છે. બસ ચાલતા રહો.'

વધુમાં શમિતાએ કહ્યું હતું, 'તમારી એનર્જીને લોકો કઈ રીતે લઈ રહ્યા છે, તે તમારા કંટ્રોલની વાત નથી. તમે જે પણ કંઈ કરો છો અથવા કહો છો, તે ક્ષણમાં તે જે પણ વ્યક્તિગત મુશ્કેલીમાંથી પસાર થયા છે, લોકો તેને પોતાના અંગત લેન્સથી જોઈને ફિલ્ટર કરે છે, જે તમારા વિશે હોતું નથી. બસ તમે તમારા કામને જેટલું થઈ શકે તેટલી ઈમાનદારી તથા પ્રેમથી કરતા રહો.'

શમિતા શેટ્ટી જીજાજી રાજ કુંદ્રાની ફિલ્મમાં કામ કરશે તેવી ચર્ચા હતી
નવભારત ટાઇમ્સ સાથેની વાતચીતમાં ગેહનાએ કહ્યું હતું, 'જેલ ગઈ તેના થોડા દિવસ પહેલાં જ હું રાજ કુંદ્રાની ઓફિસ ગઈ હતી. ત્યાં ખબર પડી કે રાજ નવી એપ બોલિફેમ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરતો હતો. આ એપ પર રિયાલિટી શો, ચેટ શો, મ્યુઝિક વીડિયો, કોમેડી શો તથા નોર્મલ ફિલ્મ રિલીઝ કરવાની હતી. આ એપમાં બોલ્ડ ફિલ્મ રિલીઝ કરવાની નહોતી. આ દરમિયાન અમે સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી હતી. પછી એક સ્ક્રિપ્ટ માટે શમિતા શેટ્ટીને અને એક સ્ક્રિપ્ટ સઈ તામ્હણકરને તથા એક-બે આર્ટિસ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતું. મારી ધરપકડ થઈ તેના 3-4 દિવસ પહેલાં આ ફિલ્મના શૂટિંગ અંગે વિચાર્યું હતું. હું આ ફિલ્મ્સને ડિરેક્ટ કરવાની હતી.'

શમિતા શેટ્ટી સાથે મુલાકાત થઈ નહોતી
શમિતા શેટ્ટી સાથેની મુલાકાત પર ગેહનાએ કહ્યું હતું, 'હું શમિતા શેટ્ટીને ક્યારેય મળી નથી. મેં ફિલ્મની સ્ક્રિપ્ટ ઉમેશ કામતના માધ્યમથી મોકલાવી દીધી હતી. મારું કામ માત્ર ડિરેક્શનનું હતું. સેટ પર જઈને ફિલ્મ ડિરેક્ટ કરવાની હતી. તે કેટલા પૈસા લે છે અને કઈ શરતો છે એની સાથે મારે કોઈ લેવા-દેવા નહોતી. હું આ બધી વાતોમાં ક્યારેય પડતી નથી. શમિતા શેટ્ટીએ ઉમેશ કામત સાથે વાત કરી હતી અને તે ફિલ્મ માટે તૈયાર થઈ ગઈ હતી.'

રતન જૈને પણ શિલ્પાનો સપોર્ટ કર્યો
શિલ્પાએ 'હંગામા 2'માં કામ કર્યું છે. આ ફિલ્મને રતન જૈને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 23 જુલાઈએ રિલીઝ થઈ હતી. રતન જૈન તથા શિલ્પાએ 'ધડકન' તથા 'હથિયાર'માં સાથે કામ કર્યું છે. રતન જૈને કહ્યું હતું, 'જ્યાં સુધી હું શિલ્પાને ઓળખું છું, ત્યાં સુધી તે ક્યારેય આવું કામ કરી શકે નહીં. હું એમ ના કહી શકું કે તે પતિના બિઝનેસ અંગે કેટલું જાણતી હતી, પરંતુ મને નથી લાગતું કે તે આમાં સામેલ હોય. ઘર-પરિવારવાળી કોઈ પણ વ્યક્તિએ આવું કામ કરવું જોઈએ નહીં. શિલ્પા ક્યારેય આવું કરી શકે નહીં, પરંતુ આપણે બધું જ તપાસ એજન્સી પર છોડી દેવું જોઈએ.