આર્યન ખાન ડ્રગ્સ કેસ:શાહરુખની 378 કરોડ રૂપિયાની બ્રાંડ વેલ્યુ પર જોખમ, સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો, યુઝર્સે પૂછ્યું, પોતાના સંતાનના ઠેકાણા નથી, બીજાને શું પ્રેરણા આપશે?

19 દિવસ પહેલાલેખક: હિરેન અંતાણી
  • એક્ટર એક દિવસની એડ શૂટિંગ માટે આશરે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં ધરપકડનું સૌથી મોટું નુકસાન શાહરુખ ખાનને થઈ શકે છે. સોશિયલ મીડિયા યુઝર્સ શાહરુખ જેના એન્ડોર્સમેન્ટ કરી રહ્યો છે તે બ્રાંડ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ એક્ટરને પૂછ્યું કે, હાલમાં જ તેનો દીકરો ડ્રગ્સ કેસમાં ફસાયો છે, હવે તે બીજા બાળકોને કેવી રીતે પ્રેરિત કરશે?

હાલ શાહરુખ ખાનની બ્રાંડ વેલ્યુ આશરે 378 કરોડ રૂપિયા છે. આર્યન ડ્રગ્સ કેસમાં ફસાયો તેનું નુકસાન શાહરુખ ખાનને થઈ શકે છે. આવું અનુમાન માર્કેટ એક્સપર્ટ્સનું છે. હાલ શાહરુખ ટોટલ 40 બ્રાંડ સાથે કામ કરી રહ્યો છે. તેમાં ઘણા એજ્યુકેશનલ સ્ટાર્ટઅપ છે.

378 કરોડની બ્રાંડ વેલ્યુ
મલ્ટિનેશનલ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સના ફેબ્રુઆરી, 2021ના રિપોર્ટ પ્રમાણે, શાહરુખની બ્રાંડ વેલ્યુ 378 કરોડ રૂપિયા છે. બ્રાંડ વેલ્યુની ગણતરીએ 2020માં વિરાટ કોહલી, અક્ષય કુમાર અને રણવીર સિંહ પછી ચોથા સ્થાન પર છે. 2019માં તે પાંચમા નંબરે હતો.

5116 કરોડની નેટવર્થ: દુનિયામાં ત્રીજો અમીર એક્ટર
​​​​​ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે, કમાણીની ગણતરીએ ટોપ 10 એક્ટરમાં ભારતમાં શાહરુખ અને અમિતાભ બચ્ચન સામેલ છે. શાહરુખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા માનવામાં આવી છે. ઝેરી સેનફિલ્ડ અને ટાઇલર પેરી પછી ત્રીજા નંબરનો ધનવાન એક્ટર છે. બિગ બી 29.65 અજબ રૂપિયા સાથે વિશ્વમાં આઠમા સૌથી પૈસાદાર એક્ટર છે.

ફિલ્મ, બ્રાંડ એન્ડોર્સમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું પ્રોડક્શન, VFX અને IPL ટિમ જેવા બિઝનેસ સાથે 2021માં શાહરુખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા હોય શકે છે.

એજ્યુકેશન એપ એન્ડોર્સ કરવા પર લોકોએ પ્રશ્નોનો વરસાદ કર્યો
શાહરુખ ખાન બાયજુઝ એજ્યુકેશન એપ એન્ડોર્સ કરે છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શાહરુખને ટેગ કરીને તેના એસોસિયેશન પર ફરીથી વિચાર કરવાની માગ કરી છે. યુઝર્સનું કહેવું છે કે, શાહરુખ પોતાના દીકરા માટે ગંભીર નથી તો બીજા બાળકોને શું પ્રેરણા આપશે?

આની પહેલાં યુઝર્સ પાન મસાલાની એડ પર ભડક્યા હતા
થોડા દિવસ પહેલાં શાહરુખ ખાન, અજય દેવગણની સાથે વિમલ પાન મસાલાની જાહેરખબરમાં દેખાયો હતો. ત્યારે પણ તે જોરદાર ટ્રોલ થયો હતો. હવે લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, તમે બીજા બાળકોને પાન મસાલા ખાવા માટે પ્રેરિત કરી રહ્યા છો, જુઓ હવે તમારા બાળકો સાથે શું થયું!

એક દિવસની કમાણી 4 કરોડ રૂપિયા
શાહરુખ ખાનની ફી કઈ બ્રાંડ છે, એકથી વધારે પ્લેટફોર્મ પર એન્ડોર્સમેન્ટ છે કે નહીં અને કેટલા સમયનો કોન્ટ્રેક્ટ છે એ બધી વાત પર આધાર રાખે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, તે એક દિવસની એડ શૂટિંગ માટે આશરે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.