તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શાહરુખ ખાનના પરિવારમાં તેની પત્ની તથા બાળકોને બધા ઓળખે છે. જોકે, તેના પરિવારમાંથી એક વ્યક્તિ એવી છે, જે લાઈમ લાઈટમાં આવતી નથી. એ છે શાહરુખ ખાનની બહેન શહનાઝ લાલા રૂખ. હાલમાં જ શહનાઝ મુંબઈથી અલીબાગ જવા માટે શાહરુખની સાથે એક બોટમાં જોવા મળી હતી. શહનાઝનું જીવન ઘણું જ ઉતાર-ચઢાવ વાળું રહ્યું છે. 61 વર્ષીય શહનાઝે જ્યારે પિતાનો પાર્થિવ દેહ જોયો ત્યારે તે ડિપ્રેશનમાં જતી રહી હતી.
શહનાઝ ઘરે પરત આવી અને પિતાની ડેડબૉડી જોઈ બેભાન થઈ ગઈ હતી
1981માં શાહરુખના પિતાનું મોત કેન્સરને કારણે થયું હતું. કહેવાય છે કે શહનાઝને આ વાતની ખબર નહોતી. તે કોઈક કારણોસર ઘરની બહાર હતી. જ્યારે તે ઘરે પરત આવી તો પિતાનો પાર્થિવ દેહ જોઈને બેભાન થઈ ગઈ હતી. આ ઘટના પછી તેને કારમો આઘાત લાગ્યો હતો અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. પછી તે અવારનવાર બીમાર રહેવા લાગી હતી.
2 વર્ષ સુધી શહનાઝ આઘાતમાં રહી હતી
એક ઈન્ટરવ્યૂમાં શાહરુખે કહ્યું હતું, ‘શહનાઝને પિતાના મોત બાદ ઘેરો આઘાત લાગ્યો હતો. તેને કારણે તેનું માનસિક સંતુલન જતું રહ્યું હતું. બે વર્ષ સુધી આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. તે ના રડતી હતી કે ના બૂમો પાડતી હતી. જોકે, તેના ચહેરા પર પિતાને ગુમાવ્યાનું દર્દ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. ‘DDLJ’ના શૂટિંગ દરમિયાન તેની તબિયત ફરી બગડી અને અમે તેને સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયા હતા.’
એક બાજુ રોમેન્ટિક ગીતનું શૂટિંગ ને બીજી બાજુ બહેનની સારવાર
શાહરુખના મતે, ‘જ્યારે તે ફિલ્મનું ગીત ‘તુઝે દેખા તો યે જાના સનમ’નું શૂટિંગ કરતો હતો અને તે દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં શહનાઝની સારવાર ચાલતી હતી. આ સારવાર પછી તેની હાલત પહેલાં કરતાં સારી થઈ પરંતુ તે સંપૂર્ણ રીતે સાજી થઈ શકી નહીં.’
શહનાઝના નામ પાછળ ‘લાલા રૂખ’ હોવાનું આ કારણ
શહનાઝ ભાઈ શાહરુખ કરતાં ઉંમરમાં 6 વર્ષ મોટી છે. તે પિતા મીર તાજ મોહમ્મદની ઘણી જ નિકટ રહી હતી. શહનાઝના પિતાએ જ તેનું મિડલ નામ ‘લાલા રૂખ’ રાખ્યું હતું, જેનો અર્થ થાય છે, ફૂલ જેવી કોમળ અને સુંદર. ખરી રીતે તો શાહરુખના પિતાએ મિત્ર કન્હૈયાલાલની દીકરી માટે આ નામ વિચાર્યં હતું. જોકે, કન્હૈયાલાલને આ નામ પસંદ પડ્યું નહોતું. જ્યારે મીર તાજના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે તેમણે દીકરીનું નામ ‘લાલા રૂખ’ પાડ્યું.
કેમેરા સામે આવવું પસંદ નથી
શહનાઝને કેમેરાની સામે આવવું ગમતું નથી. તે કોઈ પાર્ટી કે જાહેરમાં ભાગ્યે જ દેખાય છે. શાહરુખની બહેન હોવા છતાંય તે એકદમ સાદગીથી રહે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.