SRK બેક ટુ વર્ક:શરતો સાથે શાહરુખ ખાન શૂટિંગ શરૂ કરશે, આઉટડોર શિડ્યૂઅલ ટૂંકુ રાખશે, દર અઠવાડિયે મુંબઈ આવશે

મુંબઈ16 દિવસ પહેલા
  • દીકરાને જામીન મળ્યા બાદ હવે શાહરુખ ખાન કામ પર પરત ફરશે

શાહરુખ ખાને દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાતા ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે શાહરુખ ખાન બીજીવાર શૂટિંગ શરૂ કરવાનો છે. જોકે, આ સમયે એક્ટરે ડિરેક્ટર્સ સામે કેટલીક શરતો રાખી છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, શાહરુખે વિદેશમાં શૂટ થનારી ફિલ્મના શિડ્યૂઅલ નાના રાખવાની ડિમાન્ડ કરી છે. શાહરુખે ડિરેક્ટરને વિનંતી કરી છે કે તેનું શિડ્યૂઅલ એ રીતે સેટ કરવામાં આવે કે તે દર અઠવાડિયે મુંબઈ આવી શકશે. આ દરમિયાન અન્ય કલાકારો પોતાના હિસ્સાનું શૂટિંગ કરે. શાહરુખ દર અઠવાડિયે પરિવારને મળવા માટે મુંબઈ આવશે.

પરિવાર પ્રત્યે પ્રોટેક્ટિવ બન્યો
રિપોર્ટ પ્રમાણે, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શાહરુખ પરિવાર માટે ઘણો જ પ્રોટેક્ટિવ થઈ ગયો છે. જોકે, હવે શાહરુખ પ્રોફેશનલ લાઇફ તથા ફેમિલી વચ્ચે બેલેન્સ કરવા માગે છે.

આર્યન માટે વફાદાર બૉડીગાર્ડ રાખ્યો
આર્યન ખાનને જામીન મળ્યા બાદ શાહરુખ દીકરા માટે બૉડીગાર્ડ રાખવા માગતો હતો. જોકે, હવે શાહરુખે પોતાનો બૉડીગાર્ડ રવિ સિંહને દીકરા માટે રાખ્યો છે. રવિ છેલ્લાં ઘણાં વર્ષોથી શાહરુખનો સિક્યોરિટી હેડ છે. આર્યનની જામીન અરજી પરની સુનાવણી જ્યારે સેશન્સ કોર્ટ તથા બોમ્બે હાઇકોર્ટમાં થઈ હતી ત્યારે રવિ સિંહ પણ હાજર રહેતો હતો. જામીન મળ્યા બાદ આર્યનને લેવા માટે રવિ સિંહ આર્થર રોડ જેલ પણ ગયો હતો.

આર્યન ખાન ડ્રગ્સ કેસ પહેલાં શાહરુખ ખાન ડિરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરતો હતો. શાહરુખ ફરી એકવાર આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત તે વિદેશમાં 'પઠાન'નું શૂટિંગ કરશે. સલમાનની ફિલ્મ 'ટાઇગર 3'માં શાહરુખનો કેમિયો છે.

આર્યને કહ્યું હતું, પપ્પાને મળવા અપોઇન્ટમેન્ટ લેવી પડે છે
2 ઓક્ટોબરે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ આર્યન ખાનની અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. પૂછપરછમાં આર્યન ખાને કહ્યું હતું કે શાહરુખ ખાન સાથે વાત કરવા માટે તેણે મેનેજર પૂજા દદલાણી પાસે સમય લેવો પડે છે. ડાયરેક્ટ પિતા સાથે વાત કરવી તેના માટે મુશ્કેલ છે.