વર્ક ફ્રોમ હોમ:શાહરુખ ખાન તેના ઘરે મન્નતમાં શૂટિંગ કરતો દેખાયો, બાલ્કનીમાં હાથ ફેલાવીને શોટ આપ્યો

2 વર્ષ પહેલા

લોકડાઉન પછીથી બધી ફિલ્મ, સિરિયલ વગેરેનું શૂટિંગ અટકી ગયું હતું. હવે જ્યારે દેશમાં બધું ખુલી રહ્યું છે ત્યારે સ્ટાર્સે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. બોલિવૂડના કિંગ ખાન શાહરુખે અનલોક બાદ પહેલીવાર શૂટિંગ કર્યું છે. આ શૂટિંગ માટે ટીમ ખુદ શાહરુખના ઘર મન્નત પહોંચી હતી અને ત્યાં બાલ્કનીમાં જ સેટ અપ કરવામાં આવ્યું હતું.

હાલમાં જ બોલિવૂડ પેપરાઝી વિરલ ભયાણીએ શાહરુખના અમુક ફોટોઝ અને વીડિયોઝ શેર કર્યા છે જેમાં શાહરુખ કોઈવાર નારા લગાવતો, હાથ ફેલાવીને શોટ આપતો તો કોઈવાર વાળ સરખા કરતો દેખાયો. શાહરુખ બાલ્કનીની બહાર અમુક ડાયલોગ પણ બોલી રહ્યો હતો અને શોટ પાછળથી લેવામાં આવ્યો છે.

બાલ્કનીમાં ચાલી રહેલ શૂટિંગ દરમ્યાન શાહરુખ સાથે થોડા જ લોકો હાજર હતા. શૂટિંગ દરમ્યાન તેણે ચેક્સવાળો શર્ટ, ડેનિમ અને ડાર્ક શેડના ગોગલ્સ પહેર્યા હતા. આ ક્યાં પ્રોડક્ટનું શૂટિંગ છે તેની જાહેરાત થઇ નથી. 

શાહરુખ ખાન પહેલાં લોકડાઉનમાં જાગૃતતા ફેલાવવા માટે ઘણા સ્ટાર્સે ઘરેથી શૂટિંગ કર્યું હતું. તેમાં વરુણ ધવન, સારા અલી ખાન, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ઘણા સ્ટાર્સ સામેલ છે. અમિતાભ બચ્ચન ગેમ રિયાલિટી શો KBC 12નું શૂટિંગ ઘરેથી જ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...