ધીરજ ખૂટી:19 દિવસ પછી દીકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો શાહરુખ ખાન, 15 મિનિટ થઈ વાતચીત; ધરપકડ પછી બંનેની પહેલી મુલાકાત

એક મહિનો પહેલા
  • આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી

ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને મળવા શાહરુખ ખાન આજે જેલ પહોંચ્યો છે. આર્યન ખાનની ધરપકડ પછી શાહરુખ ખાન પહેલીવાર તેને મળવા આવ્યો છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી આર્યન ખાનની જામીન અરજી બુધવારે ફરી ફગાવી દેવામાં હતી. આર્યનના વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે જસ્ટિલ નીતિન સાંબરે કોર્ટ રૂમમાં જામીન માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધી હાઈકોર્ટની બેન્ચ ઊઠી ગઈ હતી. હવે હાઈકોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

શાહરૂખની સાથે તેના સ્ટાફના પણ કેટલાક લોકો છે. જો કે, માત્ર શાહરૂખ ખાન જ આર્યન ખાનને મળ્યો છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, પિતાને જોતા જ આર્યન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. 2 ઓક્ટોબરના રોજ ધરપકડ થયા બાદ આ પહેલી વખત છે જ્યારે આર્યનના પરિવારનો કોઈ સભ્ય તેને મળવા આવ્યો છે.આજે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ થશેસેશન્સ કોર્ટના ઓર્ડરની કોપી મળતા જ આર્યનના વકીલ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી ફગાવવાના વિરોધમાં અપીલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ સમય થઈ જવાના કારણે તે શક્ય ન થઈ શક્યું. આજે ફરીથી સવારે 10.30 વાગે આર્યનના વકીલ જામીન અરજી દાખલ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરજીની સ્વીકૃતિ બાદ આ મામલો હાઈકોર્ટમાં જસ્ટિસ નિતિન સામ્બ્રેની બેંચની સમક્ષ રહેશે

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને બુધવારે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ રજૂ કરવામાં આવ્યો હતો. ડિટેલ ઓર્ડર હજી આવવાનો બાકી છે. 14 ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી દરમિયાન જજમેન્ટ રિઝર્વ કરતા સમયે જસ્ટિસ પાટીલે કહ્યું હતું કે તે 20 ઓક્ટોબરે ઘણા જ વ્યસ્ત છે, પરંતુ તેઓ પ્રયાસ કરશે કે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. હાઇકોર્ટમાં મોડું થતાં આર્યનના વકીલ અરજી દાખલ કરી શક્યા નહીં..

NCB તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહ આ કેસ લડે છે. માનવામાં આવે છે કે 13 તથા 14 ઓક્ટોબરના રોજ NCBની મજબૂત દલીલો આર્યનના વકીલો પર ભારે પડી છે. જોકે ડિટેલ જજમેન્ટ સાંજ સુધી આવે તેવી આશા છે. ત્યાર બાદ જ પૂરી રીતે સ્પષ્ટ થશે કે આર્યનની જામીન અરજી રિજેક્ટ કરવા પાછળ કોર્ટનો શું તર્ક હતો.

આર્યન પર ASGની આ 10 દલીલ ભારે પડી

આર્યન ઘણો જ પ્રભાવશાલી છે અને જામીન પર છૂટ્યા બાદ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા દેશમાંથી ભાગી શકે છે. NCBના વકીલ અદ્વૈત સેતનાએ કહ્યું હતું કે આ પ્રકારનો કેસ અરમાન કોહલીનો હતો અને તેને પણ તપાસ પૂરી ના થઈ ત્યાં સુધી જામીન આપવામાં આવ્યા નહોતા.

  • આર્યનની પાસે ભલે ડ્રગ્સ ના મળ્યું, પરંતુ તેની સાથે ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટની પાસે ડ્રગ્સ મળ્યું છે. તેઓ શિપમાં પાર્ટી શરૂ કરવાના હતા અને આ તમામ આરોપી ડ્રગ્સ લેવાના હતા.
  • આર્યને પહેલીવાર નશીલી દવાઓનું સેવન કર્યું નથી. તે પહેલાં પણ ડ્રગ્સ લેતો હતો. અમારી પાસે આ અંગેના પૂરતા પુરાવા છે.
  • કોર્ટમાં આર્યનની વ્હોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. NCBના વકીલે દાવો કર્યો છે કે રેકોર્ડમાંથી સંકેત મળે છે કે આર્યન અનેક ડ્રગ-પેડલરના સંપર્કમાં હતો, આના તાર આંતરરાષ્ટ્રીય દાણચોરી સાથે જોડાયેલા હતા.
  • આર્યન પર જે પણ કલમો લગાવવામાં આવી છે એ બિનજામીન પાત્ર છે. આર્યનને જામીન આપવાનો નિર્ણય યોગ્ય રહેશે નહીં.
  • આર્યનના કેસને રિયા તથા શૌવિકના ડ્રગ્સ કેસ જેવો બતાવવામાં આવ્યો હતો. ASGએ કહ્યું હતું કે હંમેશાં ડ્રગ્સની માત્રા જ મહત્ત્વની નથી, કારણ કે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની પાસેથી પણ ડ્રગ્સ મળ્યું નહોતું. શૌવિકને પણ ચાર્જશીટ દાખલ થાય એ પહેલાં જામીન આપવામાં આવ્યા નહોતા.
  • જામીનનો વિરોધ કરતા ASGએ આ કેસને મળતા આવતા 13 જજમેન્ટ વાંચ્યા હતા. વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને આર્યનના કેસ સાથે મળતા હોવાનું કહ્યું હતું, જેમાંથી મોટા ભાગના કેસમાં આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળ્યું નહોતું.
  • ASG અનિલ સિંહે કહ્યું હતું, અમે આ કેસમાં પૂરી સાંકળ તથા કનેક્શન પર નજર રાખી રહ્યા છીએ. હજી કેસ શરૂઆતની તપાસ પર છે અને આગળ જઈને અન્ય બાબતો સામે આવશે.
  • એમ ના કહી શકાય કે આર્યનને માત્ર એક જ વર્ષની સજા થશે. જો અન્ય આરોપીઓ સાથે તેના તાર જોડાયેલા છે તો જે સજા બીજાને થશે, તે જ સજા આના પર પણ લાગુ થશે. ASGએ એમ પણ કહ્યું હતું કે આ કેસમાં 15-10 લોકો જોડાયેલા છે અને ષડયંત્રની વાત સામે આવી છે, આ સાથે જ કમર્શિયલ ક્વોન્ટિટીની વાત પણ સામે આવી છે. આથી જ સેક્શન 29 લગાવવામાં આવ્યો છે. જેમ જેમ કેસ આગળ વધશે અને માહિતી મળશે, અમે તે પ્રમાણે ચાર્જિસ તથા સેક્શન લગાવીશું.
  • NCBના વકીલ અનિલ સિંહે કહ્યું હતું કે આરોપીઓની યુવા હોવાની દલીલનો ઇનકાર કરું છું. હું આર્યનના વકીલ અમિત દેસાઈના આ તર્ક સાથ સહમત નથી કે આ નાના બાળકો છે અને આથી જ તેમની જામીન અરજી પર વિચાર કરવો જોઈએ. આ અમારી ભાવિ પેઢી છે. પૂરો દેશ તેમના પર નિર્ભર છે. મહાત્મા ગાંધીની ભૂમિમાં આપણે સ્વાતંત્ર્યસૈનાનીઓએ આની કલ્પના પણ કરી નહોતી.
અન્ય સમાચારો પણ છે...