તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પઠાનના સેટ પર કોરોના:શાહરુખ ખાન હોમ ક્વોરન્ટીન, ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા પછી શૂટિંગ બંધ કર્યું, ટીમે આ વાત ખોટી કહી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પઠાન ફિલ્મમાં SRKનો લુક - Divya Bhaskar
પઠાન ફિલ્મમાં SRKનો લુક
  • અક્ષય કુમારની ‘રામસેતુ’ પછી આ બીજી મોટી ફિલ્મ છે, જેના સેટ પર કોરોના બ્લાસ્ટ થયો છે
  • શાહરૂખ ખાનનાં કોવિડ રિપોર્ટ વિશે હજુ કોઈ જાણકારી મળી નથી

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ બંધ કરવું પડ્યું છે, તેનું કારણ ફરીથી કોરોના વાઈરસ છે. પઠાનના સેટ પર આશરે 40 ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. આટલા બધા સંક્રમિત લોકો વચ્ચે રહ્યા પછી શાહરૂખે પોતાને ક્વોરન્ટીન કર્યો છે. જો કે, શાહરૂખ ખાનની ટીમે આ ન્યૂઝ ખોટા કહ્યા છે. એક્ટરે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

અક્ષય કુમારની રામસેતુ પછી આ બીજી મોટી ફિલ્મ છે, જેના સેટ પર કોરોના બ્લાસ્ટ થયો છે. આની પહેલાં રામસેતુના સેટ પર આશરે 45 ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ફિલ્મમાં દીપિકા અને જ્હોન પણ છે
માત્ર મહારાષ્ટ્રમાં હાલનાં દિવસોમાં દુનિયાનાં સૌથી વધારે સંક્રમિત દેશો જેટલા કેસ આવી રહ્યા છે. પિંકવિલા ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, પઠાન સેટ પર મળેલા સંક્રમિત મેમ્બરને કોર્ટયાર્ડ અંધેરી ઈસ્ટમાં ક્વોરન્ટીન કર્યા છે. શાહરૂખ ખાનનાં રિપોર્ટ વિશે હજુ કોઈ જાણકારી મળી નથી.

‘પઠાન’ ફિલ્મમાં જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરતા દેખાશે
‘પઠાન’ ફિલ્મમાં જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરતા દેખાશે

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ વિલનનો રાલમાં છે. શાહરુખની એપોઝિટ દીપિકા પાદુકોણ છે. ટ્રેડ સૂત્રોના મતે, 18 નવેમ્બરના રોજ માત્ર શાહરુખ ખાને જ શૂટિંગ કર્યું હતું.'પઠાન' બાદ શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ શરૂ કરશે. આ ફિલ્મ માઈગ્રેશન પર આધારિત છે. ફિલ્મને કનિકા ધિલ્લોને લખી છે. 'પઠાન'ની વાત કરીએ તો આ ફિલ્મને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

'પઠાન'માં શાહરુખ એક્શન અવતારમાં જોવા મળશે
જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરતા દેખાશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલાં 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે.

'પઠાન'માં સલમાન બનશે ટાઈગર
શાહરુખ ખાન અઢી વર્ષ બાદ ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'એક થા ટાઈગર'માં ભજવેલા ટાઈગરનો રોલ પ્લે કરશે.

દર 15 દિવસમાં ટેસ્ટ કરાવવાનો આદેશ
હાલમાં જ ઇન્ડિયન ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલે કોરોના સંક્રમણને લઈને નવા નિર્દેશ જાહેર કર્યા છે. કાઉન્સિલે દરેક પ્રોડ્યુસર્સને કહ્યું કે, તેઓ દર 15 દિવસે ક્રૂ મેમ્બર્સનો ટેસ્ટ કરાવે. દરેક રનિંગ પ્રોજેક્ટના પ્રોડ્યુસર્સને પણ તરત પોતાના ક્રૂનો RT-PCR કે એન્ટીજન ટેસ્ટ કરાવવાનું કહ્યું છે.